નેહરૂનો ઉલ્લેખ કરી મનમોહન સિંહનો ભાજપ પર કટાક્ષ, 'રાષ્ટ્રવાદ'નો થઈ રહ્યો છે ખોટો ઉપયોગ


અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કહ્યું કે, નેહરુએ દેશનું નેતૃત્વ એવા સમયમાં કર્યું હતું જ્યારે તે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેમણે જીવનની લોકતાંત્રિક રીત, અલગ-અલગ સામાજિક તથા રાજકીય વિચારોને અપનાવ્યા હતા.

 નેહરૂનો ઉલ્લેખ કરી મનમોહન સિંહનો ભાજપ પર કટાક્ષ, 'રાષ્ટ્રવાદ'નો થઈ રહ્યો છે ખોટો ઉપયોગ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને 'ભારત માકા કી જય'ના નારાનો ઉપયોગ 'ભારતની મજબૂત અને સંપૂર્ણ ભાવનાત્મક છબી' ઘડવામાં ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે, જે લાખો નાગરિકોને અલગ કરી દે છે. રાજધાની દિલ્હીમાં એક બુક લોન્ચ દરમિયાન મનમોહન સિંહે કહ્યું કે, જો આજે ભારતને જોશીલા લોકતંત્રના સમુદાયમાં ગણવામાં આવે છે અને તે વિશ્વની એક મોટી શક્તિ માનવામાં આવે છે તો, તે દેશના પ્રથમ પીએમ જવાહર લાલ નેહરુ હતા જેમને તેના મુખ્ય નિર્માતા ગણવા જોઈએ. 

અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કહ્યું કે, નેહરુએ દેશનું નેતૃત્વ એવા સમયમાં કર્યું હતું જ્યારે તે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેમણે જીવનની લોકતાંત્રિક રીત, અલગ-અલગ સામાજિક તથા રાજકીય વિચારોને અપનાવ્યા હતા. તેમણે કહ્યું, 'બહુભાષી નેહરૂએ અનોખી રીતથી આધુનિક ભારતની વિશ્વવિદ્યાલયો, શૈક્ષણિક સંસ્થાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓનો પાયો નાખ્યો હતો.'

— ANI (@ANI) February 22, 2020

પુરૂષોત્તમ અગ્રવાલ અને રાધા કૃષ્ણના પુસ્તર 'હુ ઇઝ ભારત માતા'ના લોન્ચિંગ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહે આગળ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, 'પરંતુ દેશના એક વર્ગની પાસે દુર્ભાગ્યવશ ન તો ઈતિહાસ વાંચવાનું ધૈર્ય છે કે પછી તે પોતાના પૂર્વાગ્રહ અનુસાર ચાલે છે. નેહરૂની છબી ખોટી રીતે દેખાડવાનો પ્રયત્નકરે છે. પરંતુ મને વિશ્વાસ છે, ઈતિહાસમાં જૂઠને નકારવાની ક્ષમતા છે અને દરેક વસ્તુને સાચા પરિપ્રેક્ષ્યમાં રાખવાની ક્ષમતા છે.'

આ પુસ્તકમાં નેહરૂની બાયોગ્રાફી 'ગ્લિમ્પ્સેઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી' અને 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા'ના અંશો, તેમના ભાષણો, લેખો અને પત્રને સામેલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહે પુસ્તકના પરિપેક્ષમાં કહ્યું, 'આ પુસ્તક વિશેષ રૂપથી પ્રાસંગિક છે જ્યારે રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારાનો ઉપયોગ દેશની ઉગ્ર તથા વિશુદ્ધ ભાવનાત્મક છબી બનાવવામાં ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે લાખો નાગરિકોને તેનાથી અલગ કરે છે.'

#IndiaKaArth: 'અર્થ મહોત્સવ'માં બોલ્યા અમિત શાહ, જેમ દૂધમાં સાકર ભળેલી છે તેમ આપણા DNAમાં લોકતંત્ર છે  

મનમોહન સિંહે નેહરૂનો ઉલ્લેખ કરતા કહ્યું, 'તેમણે પૂછ્યું હતું, ભારત માતા કોણ છે? કોની જીત તમે ઈચ્છો છો? પહાડો તથા નદીઓ, જંગલો અને ખેતર બધા માટે પ્રેમાળ છે, પરંતુ જેને વાસ્તવમાં ગણવામાં આવે છે તે દેશના લોકો છે, જે વિશાળ ભૂમિમાં દરેક તરફ ફેલાયેલા છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news