સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી
સંબિત પાત્રાએ કહ્યું કે, સિદ્ધુ મોદીજીની તુલના કાળા અંગ્રેજો સાથે કરે છે પરંતુ 23મે બાધ તમામ કોંગ્રેસીઓનો ઇટાલિયન કલર ઉતરી જશે
Trending Photos
નવી દિલ્હી : ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે (11 મે)ના દિવસે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. નવજોત સિંહ સિદ્ધુએ 'કાળા અંગ્રેજ' વાળા નિવેદન અંગે સંબિત પાત્રાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, મોદીજી કાળા છે તો શું થયું ગરીબોને ચાહનારા છે. તેમણે કહ્યું કે, સિદ્ધુ મોદીજીની તુલનામાં કાળા અંગ્રેજ સાથે કરે છે, તો શું સોનિયા ગાંધી હિન્દુસ્તાની છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, પોતાનાં ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન ન કરવું જોઇએ. 23 મેનાં રોજ પરિણામ સાથે જ આ ગુમાનનો રંગ ઉતરી જશે.
LIVE: Dr. @sambitswaraj is addressing a press conference at BJP HQ. https://t.co/vr8M3ZhGls
— BJP (@BJP4India) May 11, 2019
આવી જ છે કોંગ્રેસની વિચારસરણી
ક્વાત્રોચી મામાનો રંગ તેમને પસંદ છે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, કોંગ્રેસ નેતાનું આ નિવેદન તેમની ભારતીય લોકો અને મહિલાઓ પ્રત્યે સન્માન દર્શાવે છે. તેમણે કહ્યું કે, જનતા 23 મેનાં રોજ કોંગ્રેસનાં અસલી રંગને તેમને દેખાડશે. ટાઇમ પત્રિકામાં વડાપ્રધાન મોદી સાથે જોડાયેલા લેખ સંદર્ભે પાત્રાએ કહ્યું કે, પાક લેખક આ લેખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિને ધુંધળી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને રાહુલ ગાંધી તેને ટ્વીટ કરી રહ્યા છે.
VIDEO: 'આમ આદમી પાર્ટીએ 6 કરોડ રૂપિયા લઇને મારા પિતાને લોકસભાની ટિકિટ આપી'
શીખ તોફાનો અંગે કેમ ચુપ છે સિદ્ધુ
સંબિત પાત્રાએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુ અત્યાર સુધી સામ પિત્રોડાનાં 1984 શીખ તોફાનો પર અપાયેલા નિવેદન મુદ્દે કાંઇ પણ કેમ કહ્યું ? પાત્રાએ ટાઇમ્સ પત્રિકામાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ લખાયેલ લેખ અંગે પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાની લેખકે આ લેખ દ્વારા વડાપ્રધાન મોદીની છબી ધુંધળી કરવાનું કામ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી તેને ટ્વીટ કરી રહ્યા છે.
છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓએ કર્યો લેંડમાઇન બ્લાસ્ટ, બે જવાન ઘાયલ
સિદ્ધુએ આપ્યું આ નિવેદન
મધ્યપ્રદેશનાં ઇંદોરમાં જનસભા દરમિયાન પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદીના મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાનાં નિવેદનમાં ભાજપ અને વડાપ્રધાન મોદીની તુલના કાળા અંગ્રેજો સાથે કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી તે નવી દુલ્હન જેવું છે, જે રોટી ઓછું બોલે છે અને બંગડીએ વધારે ખખડે છે. ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, હું ચોકીદારને રોકવા માટે આવ્યો છું અને મોદીને ઠોકવા આવ્યો છું. રામ નામની લૂટ છે લૂટ સકે તો લુટ તીન મોદી ભાગ ગયા, ચોથા બોલ રહા જુઠ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે