NIAને બંગાળ અને કેરળમાં મળી મોટી સફળતા, અલ-કાયદાના 9 સંદિગ્ધ આતંકી પકડાયા
કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે સવાર સવારમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી મોટી દરોડા કાર્યવાહીને અંજામ આપ્યો અને 9 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. કેરળના એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં ખાસ કરીને આ દરોડાની કામગીરીને અંજામ આપવામાં આવ્યો.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે સવાર સવારમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી મોટી દરોડા કાર્યવાહીને અંજામ આપ્યો અને 9 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. કેરળના એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં ખાસ કરીને આ દરોડાની કામગીરીને અંજામ આપવામાં આવ્યો.
NIAના એક અધિકારીના જણાવ્યાં મુજબ આ શંકાસ્પદ આતંકીઓ અલ કાયદા સંગઠનના અનેક આતંકીઓ સાથે જોડાયેલા હતાં. આ મામલે વિસ્તારથી તપાસ કર્યા બાદ એક સર્ચ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યું અને આ 9 લોકોની ધરપકડ કરાઈ. આ આતંકીઓનો સંબંધ સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યો હતો, આ લોકો પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે સીધી રીતે સંપર્કમાં હતાં.
તપાસ એજન્સી NIAનું કહેવું માનીએ તો આ લોકો ભારતની અંદર એક મોટી આતંકી વારદાતને અંજામ આપવા માટે પ્લાનિંગ કરી રહ્યા હતાં. પરંતુ આ આતંકીઓ ઘટનાને અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરાઈ. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી 6 પશ્ચિમ બંગાળના છે જ્યારે 3 આરોપીઓની કેરળથી ધરપકડ કરાઈ છે.
પકડાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે...
1. મુર્શિદ હસન
2. યાકૂબ બિસ્વાસ
3. મુસર્ફ હુસૈન
4. નજ્મસ શાકિબ
5. અબુ સુફિયાન
6. મૈનૂલ મંડલ
7. લેઉ અહેમદ
8. અલ મમુન કમાલ
9. અતિતુર રહેમાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે