કેરળ ગોલ્ડ સ્કેન્ડલ: NIAની મોટી કાર્યવાહી, સપના સુરેશ સહિત 4 લોકોની ધરપકડ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોનાની દાણચોરી કેસમાં મુખ્ય આરોપીઓ સપના સુરેશ (Swapna Suresh) અને સંદીપ નાયરની શનિવારે બેંગ્લુરુથી ધરપકડ કરી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજનયિકના સામાન દ્વારા 30 કિગ્રા સોનાની દાણચોરી મામલે એનઆઈએ દ્વારા સપના સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
Trending Photos
કોચ્ચિ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોનાની દાણચોરી કેસમાં મુખ્ય આરોપીઓ સપના સુરેશ (Swapna Suresh) અને સંદીપ નાયરની શનિવારે બેંગ્લુરુથી ધરપકડ કરી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજનયિકના સામાન દ્વારા 30 કિગ્રા સોનાની દાણચોરી મામલે એનઆઈએ દ્વારા સપના સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
તિરુવનંતપુરમથી સપના, સારિથ અને સંદીપ નાયર તથા ફાજિલ ફરીદ દાણચોરી મામલે આરોપી છે. NIA સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કસ્ટમ વિભાગે કેરળ હાઈકોર્ટમાં સપનાની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
#UPDATE - Swapna Suresh and Sandeep Nair arrested by National Investigation Agency (NIA). Both will be produced before NIA Court in Kochi, Kerala today. https://t.co/5hmm0jxS85
— ANI (@ANI) July 12, 2020
આ મામલે કેરળના મુખ્યમંત્રી વિનારાઈ વિજયને શનિવારે કહ્યું કે સોનાની દાણચોરી મામલે અન્ય આરોપી સપના સુરેશે Kerala State Information Technology Infrastructure Ltd (KSITIL) હેઠળ સ્પેસ પાર્કમાં નિયુક્તિ મેળવવા માટે બીકોમનું નકલી પ્રમાણપત્ર કથિત રીતે આપ્યું હતું. વિજયને કહ્યું કે પોલીસને ફરિયાદ મળી છે આથી તેની તપાસ કરાશે.
અત્રે જણાવવાનું કે સપના સુરેશ તે ચાર આરોપીઓમાંથી એક છે જેના વિરુદ્ધ 30 કિલોગ્રામ સોનાની દાણચોરી મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસ દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે