ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, મુકેશનો નવો પેંતરો જાણીને ચક્કર ખાઈ જશો

નિર્ભયાના દોષિત મુકેશે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા કહ્યું કે વારદાત વખતે તે દિલ્હીમાં હાજર જ નહતો. આ બધા વચ્ચે તિહાડ જેલમાં 20 માર્ચે નિર્ભયના દોષિતોને લટકાવવાની તૈયારીઓ ચોથીવાર જોરશોરથી થઈ રહી છે.

ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, મુકેશનો નવો પેંતરો જાણીને ચક્કર ખાઈ જશો

નવી દિલ્હી: નિર્ભયાના દોષિત મુકેશે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા કહ્યું કે વારદાત વખતે તે દિલ્હીમાં હાજર જ નહતો. આ બધા વચ્ચે તિહાડ જેલમાં 20 માર્ચે નિર્ભયના દોષિતોને લટકાવવાની તૈયારીઓ ચોથીવાર જોરશોરથી થઈ રહી છે. આ જ ક્રમમાં મંગળવારે યુપીના મેરઠથી જલ્લાદ પવનને પણ તિહાડ અધિકારી લઈ આવ્યાં છે. બુધવારે જલ્લાદે તિહાડ જેલમાં અધિકારીઓની હાજરીમાં ફાંસી આપવાની ડમી ટ્રાયલ કરાઈ. બુધવારે તિહાડમાં જલ્લાદ દ્વારા ડમી ટ્રાયલ કરવાની વાતની પુષ્ટિ દિલ્હી જેલના અધિકારી રાજ કુમારે કરી. તેમના જણાવ્યાં મુજબ બુધવારે કરાયેલ ડમી ટ્રાયલ રૂટિન પ્રક્રિયા છે. નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે પહેલીવાર કરાયેલા ડમી ટ્રાયલ વખતે અમારી ચિંતા વધુ હતી. 

એડિશનર ઈન્સ્પેક્ટર જનરલ રાજકુમારે કહ્યું કે બુધવારે ડમી ટ્રાયલ તિહાડની 3 નંબરના જેલ પરિસરમાં આવેલા ફાંસી ઘરમાં કરાયું. ડમી ટ્રાયલ દરમિયાન આમ તો મુખ્ય કાર્ય પવનનું જ હતું. ત્યારબાદ પણ સુરક્ષા કારણોસર તિહાડ જેલ સંબધિત અધિકારી કર્મચારી પણ આ ડમી ટ્રાયલ વખતે હાજર રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

એઆઈજીએ કહ્યું કે ફાંસીનું મુખ્ય કામ તો પવને જ કરવાનું છે. આથી એવામાં તેણે જ તમામ ઈન્તેજામ જોવાના હતાં. આથી જેલ પ્રશાસને તેના કહેવા મુજબ ડમી ટ્રાયલની વ્યવસ્થા કરી હતી. ડમી ટ્રાયલ લગભગ અડધો કલાક ચાલી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news