રાહુલ બજાજના નિવેદનથી નિર્મલા સિતારામન ભયંકર અપસેટ, આપ્યો તમતમતો જવાબ
દેશના નાણામંત્રી નિર્મલા સિતારામને (Nirmala Sitharaman) ઉદ્યોગપતિ રાહુલ બજાજ (Rahul Bajaj)ના વાયરલ નિવેદનનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે પોતાની ધારણાનો ફેલાવ કરવાની બદલે જવાબ મેળવવાના બીજા અનેક રસ્તાઓ છે. આવી વાતોથી રાષ્ટ્રહિતને નુકસાન થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી : દેશના નાણામંત્રી નિર્મલા સિતારામને (Nirmala Sitharaman) ઉદ્યોગપતિ રાહુલ બજાજ (Rahul Bajaj)ના વાયરલ નિવેદનનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે પોતાની ધારણાનો ફેલાવ કરવાની બદલે જવાબ મેળવવાના બીજા અનેક રસ્તાઓ છે. આવી વાતોથી રાષ્ટ્રહિતને નુકસાન થઈ શકે છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું છે કે દેશમાં એવો માહોલ છે કે લોકો સરકારની (BJP) ટીકા કરતા ખચકાય છે. કારણ કે લોકોને વિશ્વાસ નથી કે સરકારમાં તેમની ટીકાની પ્રશંસા કરવામાં આવશે. જ્યારે ઉદ્યોગપતિ રાહુલ બજાજ તેમના શબ્દો કહી રહ્યા હતા, ત્યારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ (amit shah) ત્યાં હાજર હતા. ગૃહમંત્રી અમિત શાહ મુંબઇના ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કાર્યક્રમમાં ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાની વાત પણ સામે આવી હતી. રાહુલ બજાજે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને પહેલા ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે તે ચૂંટણી જીત્યા અને તેમને સંરક્ષણ સમિતિમાં લેવામાં આવ્યા. આ નિર્ણય વિશે અનેકના મનમાં શંકા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર રાહુલ બજાજની શંકા મામલે ગૃહ પ્રધાને આ જ મંચ પરથી જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે તેમણે આ વાતને નકારી કાઢી છે કે દેશમાં ભયનો માહોલ છે. તેમણે કહ્યું, કોઈને કોઈથી ડરવાની જરૂર નથી. રાહુલ બજાજના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે