Noida: ગર્લફ્રેન્ડ અન્ય કોઈ સાથે વાત કરતી હતી... ગુસ્સે થયેલા વિદ્યાર્થીએ છોકરીની છાતી પર ગોળી મારી, પછી પોતાને પણ ઉડાવી દીધો

ગ્રેટર નોઈડાની શિવ નાદર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી નાખી. વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ વિદ્યાર્થીએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ વિદ્યાર્થિની અને યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો હતો.
 

Noida: ગર્લફ્રેન્ડ અન્ય કોઈ સાથે વાત કરતી હતી... ગુસ્સે થયેલા વિદ્યાર્થીએ છોકરીની છાતી પર ગોળી મારી, પછી પોતાને પણ ઉડાવી દીધો

ગ્રેટર નોઇડાઃ ગ્રેટર નોઇડાના શિવ નાદર વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થિનીની એક વિદ્યાર્થીએ ગોળી મારી હત્યા કરી દીધી છે. વિદ્યાર્થિનીની હત્યા બાદ છાત્રએ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિનીને છાતીમાં બે ગોળી મારવામાં આવી અને બાદમાં વિદ્યાર્થીએ પોતાની કાનપટી પર ગોળી મારી છે. જાણકારી પ્રમાણે બંને વચ્ચે પ્રેમ પ્રસંગનો મામલો હતો. 

ગોળી ચલાવનાર વિદ્યાર્થીની ઓળખ અનુજના રૂપમાં થઈ છે. તો વિદ્યાર્થિનીનું નામ નેહા ચૌરસિયા જણાવવામાં આવી રહ્યું છે. અનુજે યુનિવર્સિટીના ડાઇનિંગ હોલમાં નેહાની છાતીમાં ગોળી મારી છે. ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં પહોંચીને અનુજે ખુદને ગોળી મારી લીધી હતી. 

જણાવી દઈએ કે બંને બીએ ત્રીજા વર્ષના વિદ્યાર્થી હતા અને હોસ્ટેલમાં જ રહેતા હતા. અનુજને શંકા હતી કે નેહા અન્ય કેટલાક યુવકો સાથે પણ વાત કરે છે. આ શંકામાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે.

મામલા બાદ પોલીસે કહ્યું કે બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. અનુજ અને નેહા ભૂતકાળથી એકબીજાના સારા મિત્રો હતા, જેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news