આંગણવાડીઓમાં હવે બાળકો માટે ઈંડા નહીં...સીધી મરઘી આવશે!

ભાજપના બહુમતવાળા જિલ્લા પંચાયત નીમચમાં આંગણવાડીઓમાં ઈંડા છોડો...સીધી મરઘી લાવવાની પ્રપોઝલ આવી છે. આ પ્રપોઝલે ભોપાલના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. 

Trending Photos

આંગણવાડીઓમાં હવે બાળકો માટે ઈંડા નહીં...સીધી મરઘી આવશે!

ભોપાલ (સંદીપ ભમ્મરકર): એક સમય હતો કે ઈંડાને લઈને ભાજપ ધૂંઆફૂઆ થઈ જતો હતો. પરંતુ હવે તેણે જ આંગણવાડીમાં ઈંડાની જગ્યાએ સીધી મરઘી લાવવાની વકીલાત કરી નાખી છે. ભાજપના બહુમતવાળા જિલ્લા પંચાયત નીમચમાં આંગણવાડીઓમાં ઈંડા છોડો...સીધી મરઘી લાવવાની પ્રપોઝલ આવી છે. આ પ્રપોઝલે ભોપાલના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. 

ભાજપની બહુમતીવાળા નીમચ જિલ્લા પંચાયતે મરઘીનો પ્રસ્તાવ પસાર કરીને શાસનને મોકલ્યો છે. જે મુજબ આંગણવાડીઓમાં ઈંડાની જગ્યાએ મરઘી આપવી જોઈએ. તેનાથી બાળકોને તાજા ઈંડા મળશે. આ માટે એવો તર્ક આપવામાં આવ્યો કે તાજા ઈંડા મળવા મુશ્કેલ છે. બેઠકમાં આ વિષય પર ચર્ચા બાદ પ્રસ્તાવ પસાર કરાયોકે તમામ આંગણવાડીઓમાં પ્રદેશ સરકાર ઈંડાની જગ્યાએ મરઘી ઉપલબ્ધ કરાવે. જિલ્લા સભ્ય દિનેશ પરિહારે કહ્યું કે રોજ ઈંડા ક્યાંથી મંગાવવા, ઈન્જેક્શનવાળા ઈંડા આપવાથી બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આવા સંજોગોમાં મરઘી પાળવી સારું રહેશે. મહિલા બાળ વિકાસ અધિકારી સંજય ભારદ્વાજે પોઈન્ટ નોટ કર્યો. 

જુઓ LIVE TV

આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે  સવાલ કર્યો છે કે આંગણવાડીમાં ઈંડા આપવા ઉપર ભડકી જતો ભાજપ હવે મરઘી પર  કેમ રાજી છે? કોંગ્રેસ પ્રવક્તા વિભા પટેલે કહ્યું કે આનાથી ભાજપનું બેવડું ચારિત્ર્ય સ્પષ્ટ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news