બજારમાં આવી ગઈ કોરોનાની દવા Molnupiravir, જાણો તેની કિંમત અને કઈ રીતે મળી શકશે

સરકારે હાલમાં જ આ દવાને મંજૂરી આપી હતી. 

બજારમાં આવી ગઈ કોરોનાની દવા Molnupiravir, જાણો તેની કિંમત અને કઈ રીતે મળી શકશે

નવી દિલ્હી: કોરોના વાયરસની દવા Molnupiravir આજથી ભારતીય રીટેલ દવા બજારોમાં લોન્ચ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે સરકારે હાલમાં જ આ દવાને મંજૂરી આપી હતી. 

દવાની કિંમત
આ દવાની કિંમતની વાત કરીએ તો Molnupiravir ની એક કેપ્સ્યૂલ (Capsule) તમને મેડિકલ સ્ટોરમાં 63 રૂપિયાની મળશે. જો કે દવા વિક્રેતાઓને સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે તે ફક્ત ડોક્ટરની Medical Prescription પર આ દવાનું નામ જોઈને જોયા બાદ જ તેને વેચી શકશે. એટલે કે Medical Prescription પર જ આ દવા મળી શકશે. 

મોલનુપીરાવિર દવાને મળી મંજૂરી
CDSCO ની એક્સપર્ટ કમિટીએ હાલમાં જ કોવિડ દવા મોલનુપીરાવિર (Molnupiravir)ની ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગની ભલામણ કરી હતી. 

શરતો સાથે વેચી શકાશે દવા
કોવિડ-19ની ઇમરજન્સીસ્થિતિ અને મેડિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા સમિતિએ દેશમાં ઈમરજન્સી સ્થિતિમાં મોલનુપીરાવિરના નિયંત્રિત ઉપયોગ માટે દવાના ઉત્પાદન અને વેચાણની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ દવાનો ઉપયોગ એડલ્ટ દર્દીઓ પર ‘SPO2’ 93 ટકા સાથે અને તેવા દર્દીઓ માટે કરી શકાશે જેમને બીમારીથી વધુ જોખમ હોય, જેમ કે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સ્થિતિમાં હોય.  શરતો મુજબ વિશેષજ્ઞ ડોક્ટર્સની ચિઠઠી પર જ દુકાનોમાં આ દવા વેચવામાં આવે. આ દવાનો ઉપયોગ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કરવામાં આવી શકે નહીં. 

કેટલી કારગર છે આ દવા
કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેણે દેશના 29 શહેરોમાં લગભઘ 1218 દર્દીઓ પર ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. કંપનીના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાઈરેક્ટર ડી શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે ટ્રાયલના પરિણામો મુજબ મોલનુપિરવીર 5 દિવસના ઉપચાર સમય દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓના વાયરલ લોડમાં કમી લાવવામાં કારગર નીવડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news