કેન્દ્રએ રાજ્યોને ફ્રીમાં આપી 20 કરોડથી વધુ કોરોના વેક્સિન, અત્યાર સુધી આટલા લોકોને મળી રસી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, ભારત સરકાર દ્વારા અત્યાર સુધી રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને 20 કરોડથી વધુ (20,28,09,250) વેક્સિન ડોઝ ફ્રી આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાથી દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તો હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. આ વચ્ચે દેશમાં કોરોના વાયરસથી બચાવ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 20 કરોડથી વધુ વેક્સિનના ડોઝ રાજ્યોને ફ્રીમાં આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, ભારત સરકાર દ્વારા અત્યાર સુધી રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને 20 કરોડથી વધુ (20,28,09,250) વેક્સિન ડોઝ ફ્રી આપવામાં આવ્યા છે. 1.84 કરોડથી વધુ (1,84,41,478) વેક્સિન ડોઝ હજુ તેની પાસે ઉપલબ્ધ છે. આ સિવાય આગામી 3 દિવસમાં તેને લગભગ 51 લાખ ડોઝ મળી જશે.
#COVID19 | Over 20 cr vaccine doses (20,28,09,250) provided to States/UTs free of cost by GoI so far. Over 1.84 cr vaccine doses (1,84,41,478) are still available with States/UTs. Nearly 51 lakh doses in addition will be received by them in next 3 days: Union Health Ministry pic.twitter.com/OoZXAqiT8o
— ANI (@ANI) May 16, 2021
મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 18.2 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે, તો 4.1 કરોડ લોકો એવા છે, જેને કોરોના વેક્સિનના બન્ને ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 17 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
તો દેશમાં અત્યાર સુધી 2.46 કરોડથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 2 કરોડથી વધુ લોકો સાજા થઈ ગયા છે. 2.7 લાખ લોકોએ આ મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હાલ કોરોના વાયરસના 36 લાખ એક્ટિવ કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે