મલ્લિકાર્જુન ખડગેને PAC સભ્યોનો નથી મળ્યો સાથ, AG ન કરી શકે કેગને સમન
બીજદના સાંસદ અને સમિતીનાં સૌથી વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અધિકારીઓને મળવા માટે બોલાવી શકાય પરંતુ તેમનું સ્ટેટમેન્ટ ન લઇ શકાય
Trending Photos
નવી દિલ્હી : રાફેલ સોદામાં એટોર્ની જનરલ (AG) અને કેગને લોક લેખા સમિતી (PAC) સમન કરી શકે તેમ નથી, કારણ કે વિપક્ષી દળો સહિત મોટા ભાગનાં સમિતીનાં સભ્યોએ સમિતીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં પ્રસ્તાવને સમર્થન આપ્યું નહોતું. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટ પોતાનાં ચુકાદામાં કેગનાં એક રિપોર્ટનો એક હવાલો સોંપ્યો હતો, જેને પીએસીને સોંપવામાં આવ્યો છે. જો કે કહ્યું કે ખડગેનાં નેતૃત્વવાળી સંસદીય સમિતી સમક્ષ આ પ્રકારનો કોઇ જ રિપોર્ટ રજુ થયો નથી.
ખડગેએ શનિવારે કહ્યં હતું કે, તેઓ સમિતીનાં તમામ સભ્યોને અપીલ કરશે કે એટોર્ની જનરલ અને કેગને સમન કરીને પુછવામાં આવે કે કેગનાં રિપોર્ટ ક્યારે સંસદમાં રજુ કરવામાં આવ્યું. તેમનાં નિવેદન પર બીજદ સાંસદ ભર્તૃહરી મહતાબે કહ્યું કે, પીએસીનાં અધ્યક્ષ વ્યક્તિગત્ત રીતે એજી અને કેગને બોલાવી શકે છે, પરંતુ સમગ્ર સમિતી સમક્ષ તેમને હાજર ન કરી શકે, કારણ કે 2018-19નાં એજન્ડામાં રાફેલ સોદો નહોતો. તેમણે કહ્યું કે, સોદા પર કેગનાં અહેવાલની સમિતી રજુ કરવામાં આવ્યો છે.
સમિતીનાં સૌથી વધારે સમય સુધી સભ્ય રહેલા મહેતાબે કહ્યું કે, અંગત રીતે બોલાવવામાં આવે તો બંન્ને અધિકારીઓનાં નિવેદન નોંધી શકાય નહી. આ પ્રકારે વિચાર વ્યક્ત કરતા તેદેપાના સાંસદ સી.એમ રમેશે કહ્યું કે, જો સભ્યો ઇચ્છે તો સમિતી એજી અને કેગને બોલાવી શકે છે. પરંતુ સંસદમાં રિપોર્ટ રજુ થયા બાદ જ આવું કરી શકે છે. સમિતીમાં ભાજપની રાજગના સાંસદ તેનો વિરોધ કરી રહ્યા છે. જ્યાં સત્તાપક્ષના સભ્યોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પર સવાલ પેદા કરવા જેવું છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં રાફેલ સોદામાં કોઇ ગોટાળો નહી થયાનો ઉલ્લેખ છે. તે દુર્ભાગ્યપુર્ણ છે કે કોંગ્રેસ અને ખડગે જેવા અનુભવી નેતાઓ રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજનીતિ કરી રહ્યા છે.
ભાજપના અન્ય એક સાંસદ ગોપાલ શેટ્ટીએ કહ્યું કે, અધ્યક્ષ સરકારનાં બે ટોપનાં અધિકારીઓ આ મુદ્દે કઇ રીતે બોલાવી શકે. જે સમિતીના એજન્ડામાં નથી અને ત્યારે તેમનાં કેગનાં રિપોર્ટ સમિતી સમક્ષ રજુ કરવામાં નથી આવી. રાજગનાં સહયોગી શિઅદનાં સાંસદ પ્રેમ સિંહે કહ્યું કે, સમિતી માટે આ અનૈતિક છે કે તે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર સવાલ ઉઠાવે. પીએસીનાં 22 સભ્યોની પેનલમાં ભાજપનું બહુમત છે કારણ કે તેનાં 12 સાંસદ છે. સાથે જ સહયોગી દળ શિવસેના, શિઅદના પણ એક એક સાંસદ છે, જ્યારે ખડગે સહિત કોંગ્રેસનાં ત્રણેય સાંસદ છે. તે ઉપરાંત ટીએમસીને બે સાંસદ તથા ટીડીપી, બીજીદ અને અન્નાદ્રમુકનો એક સાંસદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે