વધુ એક 'અંજુ' પાકિસ્તાન જતા બચી ગઈ, ઈન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી લવ સ્ટોરીનો આ રીતે આવ્યો અંત
Jaipur Airport minor girl pakistan flight: હાલના સમયમાં એક અજીબ ટ્રેન્ડ બની ગયો છે. જો કોઈ એક ઘટના જોવા મળે તો કેવી કહાની કે અન્ય કોઈ ઘટના બીજે પણ જોવા મળે છે. જ્યારે સીમા અને અંજુની કહાની સામે આવી ત્યારથી સરહદપારના લવના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
Trending Photos
Jaipur Airport minor girl pakistan flight: હાલના સમયમાં એક અજીબ ટ્રેન્ડ બની ગયો છે. જો કોઈ એક ઘટના જોવા મળે તો કેવી કહાની કે અન્ય કોઈ ઘટના બીજે પણ જોવા મળે છે. જ્યારે સીમા અને અંજુની કહાની સામે આવી ત્યારથી સરહદપારના લવના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અહીં વાત 16 વર્ષની એ સગીરાની થઈ રહી છે જે પ્રેમના ચક્કરમાં પાકસ્તાન જઈને બીજી અંજુ થતા થતા બચી ગઈ.
રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજુ કે જેની સ્ટોરી હાલ પાકિસ્તાનમાં હોટ છે અને જે રીતે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની સ્ટોરી પણ ભારતમાં ચર્ચામાં છે. આવો જ મામલો રાજસ્થાનના જયપુરથી સામે આવ્યો જ્યાં એરપોર્ટથી સમયસર એક છોકરીને ખોટું પગલું ભરતા રોકી લેવામાં આવી. નહીં તો વિઝા-પાસપોર્ટ વગર પાકિસ્તાન જવાના ચક્કરમાં તેની જિંદગી ખરાબ થઈ જાત.
પ્રેમીને મળવા લાહોર જઈ રહી હતી
સીમા હૈદર-સચીન, અંજુ-નસરુલ્લાહ, બારબરા-શાદાબ બાદ એક નવી પ્રેમ કહાની ચર્ચામાં છે. જયપુર એરપોર્ટથી 16 વર્ષની કિશોરી પકડાઈ. જે પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતી. આ છોકરીના પ્રેમનું નામ અસલમ લાહૌરી છે. જેની સાથે ઈન્સ્ટાગ્રામ પર તેની મુલાકાત થઈ. વાત આગળ વધી તો બંને પ્રેમની વાતો કરવા લાગ્યા અને પછી લાગણીઓમાં ખેંચાઈને તેણે પાકિસ્તાન જવાનો નિર્ણય કરી લીધો.
પ્રેમ કે ષડયંત્ર
લાહૌરીએ તેને પ્રેમમાં ફસાવીને એરપોર્ટ જવાની સલાહ આપી. તેના કહેવા પર સગીરા એરપોર્ટ પહોંચી. તેણે પાકિસ્તાનની ટિકિટ માંગી. પણ તેની પાસે પાસપોર્ટ કે વિઝા નહતા. ત્યારબાદ તેને અટકાયતમાંલઈને પૂછપરછ કરાઈ. એરપોર્ટ પોલીસ મથકના એસએચઓએ જણાવ્યું કે સીકરના શ્રીમાધોપુરની છોકરી કોઈ પણ દસ્તાવેજ વગર શુક્રવારે પાકિસ્તાન જવા માટે એરપોર્ટ પહોંચી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે તે ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા એક યુવકને મળવા માટે પાકિસ્તાન જવા માટે એરપોર્ટ આવી હતી. તેની પાસે કોઈ દસ્તાવેજ નહતા. બીજી બાજુ જયપુરથી પાકિસ્તાન જવા માટે કોઈ ફ્લાઈટ નથી. છોકરીના પરિવારને જાણ કરી દેવાઈ.
એક વર્ષથી મિત્રતા
છોકરીએ પોલીસને જણાવ્યું કે બંને એક વર્ષથી સંપર્કમાં હતા. આ ઓનલાઈન લવ સ્ટોરીમાં પાકિસ્તાની છોકરાએ ખોટી કહાની વણી. છોકરાએ છોકરીને એ પટ્ટી પઢાવી હતી કે તેણે કયા શબ્દોનો ઉપયોગ કરવો. ત્યાં પહોંચીને તમારું નામ, કામ અને એ બધુ કેવી રીતે જણાવવું. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન આવ્યા બાદ તેને બધો ખર્ચો તે ઉપાડશે. છોકરીએ એ પણ કહ્યું કે તે સીમા હૈદર કે અંજુથી પ્રેરિત નથી. તેની બસ ચેટિંગ થતી હતી જેની હવે પોલીસ તપાસ કરશે. આવામાં હવે અનેક લોકોનું એવું કહેવું છે કે આવી ઘટનાઓ ખરેખર પ્રેમ છે કે પછી કોઈ ષડયંત્ર એ કહેવું મુશ્કેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે