Kathua Rape Case Verdict LIVE: કઠુઆ ગેંગરેપ કેસમાં ત્રણને આજીવન કેદ
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જે પૈકી ત્રણને આજીવન કેદની સજા સંભળાવી છે.
Trending Photos
પઠાણકોટ (પંજાબ): જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે વિશેષ કોર્ટે આજે (સોમવારે) ચૂકાદો (Kathua Rape Case Verdict) આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જે પૈકી ત્રણને આજીવન કેદની સજા ફટકારી છે. દોષી જાહેર કરવામાં આવેલા 6 આરોપીઓના નામ સાંઝી રામ, દીપક ખજૂરિયા, આનંદ દત્તા, તિલક રામ, સુરેન્દ્ર અને પ્રવેશ છે. ત્યારે કોર્ટે વિશાલ જંગોત્રાને આ મામલે નિર્દોષ ગણાવ્યો છે. આ મામલે દોષી ગણાવવામાં આવેલા 6 આરોપીઓમાંથી 4 પોલીસ કર્મી છે. સાંઝી રામ ગામના મુખીયા હતા. દીપક ખજૂરિયા સ્પેશિયલ પોલીસ અધિકારી હતા. તિલક રાજ હેડ કોંસ્ટેબલ છે અને આનંદ દત્તા એસઆઇ છે.
તમને જણાવી દઇએ કે, Zee Newsએ વિશાલ જંગોત્રાના સીસીટીવી ફૂટેજ પણ દેખાળ્યા હતા. તેના અનુસાર એવું સામે આવ્યું હતું કે, વિશાલ ઘટના સમયે સ્થળ પર હાજર ન હતો. આ સીસીટીવી ફૂટેજ 15 જાન્યુઆરી 2018ના બપોર લગભગ 3 વાગ્યાના હતા. તેમાં વિશાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુરના એટીએમથી પૈસા કાઢતો જોવા મળી રહ્યો હતો.
15 પેજની ચાર્જશીટ અનુસાર ગત વર્ષ 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને ચાર દિવસ બેભાન રાખવામાં આવી હતી ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી પાડોસી રાજ્ય પંજાબના પઠાનકોટમાં જિલ્લા અને સત્ર કોર્ટમાં ગત વર્ષના જૂનના પહેલા અઠવાડીયામાં શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કાશ્મીરથી બહાર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દુર પઠાનકોટની કોર્ટમાં આ મામલે મોકલવામાં આવ્યો હતો.
Kathua rape & murder case: "Persons convicted by Pathankot court are Sanji Ram, Anand Dutta, Parvesh Kumar, Deepak Khajuria, Surender Verma and Tilak Raj. Verdict yet to come on Vishal," says Advocate Mubeen Farooqui, representing victim's family. (original tweet will be deleted) pic.twitter.com/Z2fmGydfi9
— ANI (@ANI) June 10, 2019
સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યારે આવ્યો જ્યારે કઠુઆમાં વકીલોએ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આ સનસનાટીભર્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવાથી રોક્યા હતા. આ મામલે પ્રોઝક્ટિંગ પાર્ટીમાં જે.કે. ચોપડા, એસ એસ બસરા અને હરમિંદર સિંહ સામેલ હતા. ક્રાઇમ બ્રાંચે આ મામલે ગ્રામ્ય પ્રધાન સાંજી રામ, તેમના પુત્ર વિશાલ, ભત્રીજા કિશોર તથા તેમના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી. આ મામલે બે વિશેષ પોલીસ અધિકારીઓ દીપક ખજૂરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવ્યા છે.
સાંઝી રામને ચાર લાખ રૂપિયા લેવા અને મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ કરવાના મામલે અને હેડ કોંસ્ટેબલ તિલક રાજ તેમજ એસઆઇ આનંદ દત્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા અને સત્ર જજે 8 આરોપીઓમાંથી 7ની સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયો છે. કિશોર આરોપીની સામે કેસ હજુ શરૂ થયો નથી અને તેમની ઉંમર સંબંધીત અરજી પર જમ્મૂ કાશ્મીર હાઇ કોર્ટ સુનાણવી કરશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે