અદાણી પર કરવામાં આવેલી Priyanka Gandhi ની પોસ્ટને PIBએ ગણાવી ભ્રામક, જાણો મામલો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi)ની તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવે છે, આ પોસ્ટને પીઆઇબી ફેક્ટ ચેકએ 'ભ્રામક' ગણાવી છે. પીઆઇબીના અનુસાર આ એક જાહેરાત છે, જ્યારે પ્રિયંકા ગાંધી પોસ્ટના દ્વારા સરકાર પર પ્રાઇવેટાઇઝેશનનો આરોપ લગાવી રહી છે. 

અદાણી પર કરવામાં આવેલી Priyanka Gandhi ની પોસ્ટને PIBએ ગણાવી ભ્રામક, જાણો મામલો

નવી દલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi)ની તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવે છે, આ પોસ્ટને પીઆઇબી ફેક્ટ ચેકએ 'ભ્રામક' ગણાવી છે. પીઆઇબીના અનુસાર આ એક જાહેરાત છે, જ્યારે પ્રિયંકા ગાંધી પોસ્ટના દ્વારા સરકાર પર પ્રાઇવેટાઇઝેશનનો આરોપ લગાવી રહી છે. 

પ્રિયંકાની પોસ્ટ દ્વારા સરકાર પર નિશાન
જોકે પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi) ના ઓફિશિયલ ફેસબુક પર 14 ડિસેમ્બરના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે, 'જે પર ભારતીય રેલવે  (Indian Railway)ને દેશના કરોડો લોકોએ પોતાની મહેનતથી બનાવ્યો છે, ભાજપ (BJP) સરકારે તેના પર પોતાના અરબપતિ મિત્ર અદાણીનો સિક્કો લગાવી દીધો. કાલે ધીરે-ધીરે રેલવેનો એક મોટો હિસ્સો મોદીજીના અરબપતિ મિત્રોને જતો રહેશે. દેશના ખેડૂતો,ખેતીને પણ આજે મોદીના અરબપતિ મિત્રોના હાથમાં જતાં રોકવાની લડાઇ લડવામાં આવી રહી છે. 

પીઆઇબીએ ગ​ણાવી જાહેરાત
પ્રિયંકા ગાંધીની આ પોસ્ટને કેન્દ્ર સરકારની એજન્સી પીઆઇબી (PIB)એ ભ્રામક ગણાવી છે. PIBFactCheck એ ટ્વીટ કરી છે, 'રેલવે પર દેખાઇ રહેલ ખાનગી કંપનીનું પ્રતિક ચિહ્ન ફક્ત એક જાહેરાત છે.'

સાથે જ પીઆઇબીએ લખ્યું છે
દાવો
#ફેસબુક પર એક વીડિયો સાથે આ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ભારતીય રેલવે પર એક ખાનગી કંપનીનો સિક્કો લગાવી દીધો છે. 
#PIBFactCheck: આ દાવો ભ્રામક છે. આ ફક્ત એક વાણિજ્યિક જાહેરાત છે જેનો ઉદ્દેશ્ય ફક્ત 'ભાડા સિવાયની આવક'ને સારી બનાવવાનો છે. 

— PIB Fact Check (@PIBFactCheck) December 16, 2020

તમને જણાવી દઇએ કે સતત સરકાર પર તમામ સરકારી સંસ્થાઓના પ્રાવેટાઇઝેશનનો આરોપ લગાવી રહી છે. વિપક્ષ સરકાર પર કેટલાક મોટા ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાનો આરોપ પણ લાગતો રહ્યો છે. નવા કૃષિ કાયદાને લઇને થઇ રહેલા ખેડૂતોના પ્રદર્શનને પણ આ તેની સાથે જોડવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકાર આરોપોને નકારે છે. આ વખતે પણ પ્રિયંકા ગાંધીના દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news