PM Modi એ મંત્રીઓને આપ્યા નિર્દેશ, જણાવ્યું- નવા વર્ષે તમામે શું કરવાનું છે
આપણે બધા નવા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. તમામને નવા વર્ષ પાસે નવી ખુશીની આશા છે. એવામાં પીએમ મોદીએ પણ પોતાની સરકારને નવી રીતે ચલાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરી છે અને આ વર્ષની છેલ્લી મંત્રી પરિષદની બેઠકમાં તેમની સરકારના કામની સમીક્ષા કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: આપણે બધા નવા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. તમામને નવા વર્ષ પાસે નવી ખુશીની આશા છે. એવામાં પીએમ મોદીએ પણ પોતાની સરકારને નવી રીતે ચલાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરી છે અને આ વર્ષની છેલ્લી મંત્રી પરિષદની બેઠકમાં તેમની સરકારના કામની સમીક્ષા કરી હતી. પીએમએ એક બેઠક યોજી અને તેમના મંત્રીઓને ઘણા દિશા-નિર્દેશ આપ્યા. પીએમે કહ્યું કે પોતાના મંત્રાલય વિશે જે પણ નિર્ણય લઇ રહ્યા છો, તેને ઝડપથી લો, તેને લટકાવશો નહીં. પીએમએ મંત્રીઓને કહ્યું કે મંત્રાલયમાં શું નવું કરી શકાય તે અંગે નવા આઇડિયા પર કામ કરો.
PM એ મંત્રીઓનો માંગ્યો રિપોર્ટ
લગભગ 6 કલાક સુધી ચાલેલી મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ લગભગ 10 મંત્રીઓ પાસેથી તેમના વિભાગોની વિશે જાણકારી લીધી. માહિતીના ક્રમમાં મંત્રીઓને પૂછવામાં આવ્યું હતું કે તેમના મંત્રાલયની જે પણ યોજના છે, તેની વર્ષની શરૂઆતમાં અને હવે વર્ષના અંતમાં તેની શું પ્રગતિ છે. આ 10 મંત્રીઓમાંથી કેટલાક કેબિનેટ સ્તરના હતા જ્યારે કેટલાક મંત્રીઓ રાજ્ય સ્તરના પણ હતા.
હવે બદલાઇ ગયું છે મંત્રાલયોની કામગીરીનું સ્વરૂપ
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પહેલાથી ચાલી રહેલી પેટર્નમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યના મંત્રીઓને પણ તેમના મંત્રાલયમાં મહત્વની ભૂમિકા મળી છે. તેમને નાની કેબિનેટ સમિતિઓમાં પણ જવાબદારી આપવામાં આવી રહી છે. આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને એ પણ પૂછ્યું કે મંત્રાલય અને સરકારના કામને જમીન પર લાવવા અને લોકો સુધી પહોંચવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? આ યોજનાઓનો લાભ ગરીબ અને નબળા લોકો સુધી પહોંચે તે માટે તમે અને તમારા મંત્રાલયે કયા પગલાં લીધાં છે?
મંત્રીઓને આપવામાં આવ્યા કડક આદેશ
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ અગાઉની ચિંતન બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તે ચિંતન બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અંગે મંત્રીઓએ શું કર્યું તેની માહિતી પણ માંગી. આ સિવાય પીએમ એ પણ જાણવા માગતા હતા કે પાછલી બેઠકોમાં જે આઇડિયા પર ચર્ચા થઈ હતી તેના સંદર્ભમાં મંત્રીઓએ તેમના મંત્રાલયમાં શું-શું કર્યું? આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે મંત્રીઓએ તે વિચારસરણીને છોડી દે, જેમાં તેમને લાગે કે કામ જૂની રીતે થાય છે. પીએમએ વધુમાં કહ્યું કે નવા વર્ષમાં નવા વિચારો સાથે કામ કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે