મગહર પહોંચ્યા પીએમ મોદી, સંત કબીરની સમાધિ પર ફૂલ અને કબર પર ચડાવી ચાદર
મગહરમાં પીએમ મોદી 24 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
Trending Photos
નવી દિલ્હી/સંત કબીર નગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર (28 જૂન)ના દિવસે ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં આવેલા મગહર ખાતે સંત કબીર દાસના 620મા પ્રાગટ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે મગહર પહોંચ્યા હતા. તેઓએ અહીં સંત કબીર દાસની સમાધિ પર ફૂલ અને કબર પર ચાદર ચડાવી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ પણ હાજર હતા.
વડાપ્રધાને મગહરમાં 24 કરોડ રૂ.ના બજેટથી બનનારી સંત કબીર એકેડમીનો શિલાન્યાસ પણ કર્યો. આ પહેલાં વડાપ્રધાન મોદી લખનૌ પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. આ સમયે તેમની સાથે મંત્રીમંડળના બીજા સભ્યો તેમજ અધિકારીઓ હાજર હતા.
વડાપ્રધાન મોદીએ ફરીવાર પોતાના આગવા અંદાજમાં પુરબિયા ભાષામાં ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ''મારી અહીં આવવાની ઇચ્છા પૂરી થઈ. સંત કબીરે સમાજને યોગ્ય દિશા દેખાડી. કબીરની સાધના માનવાથી નહીં પણ જાણવાથી શરૂ થાય છે.'' આ પ્રસંગે વડાપ્રધાને અમરનાથ યાત્રીઓને શુભેચ્છા આપી હતી. તેમણે કબીરના દોહાઓને યાદ કરીને કહ્યું કે કબીરને સમજવા માટે કોઈ શબ્દકોષની જરૂર નથી. તેમની ભાષા તમારી અને મારા જેવી સીધી ભાષા હતી.
પીએમ મોદીએ સંત કબીરના શિખામણના માધ્યમથી વિપક્ષી દળો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો સમાજમાં શાંતિ નહીં પણ કલહ ઇચ્છે છે એવા લોકોના પગ જમીન પર નથી. તેમને હકીકતની માહિતી જ નથી અને તેમણે સંત કબીર વિશે વાંચ્યું નથી.
મગહરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં સીએમ યોગી આદિત્યનાથે સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે બીજેપી કોઈપણ એક ધર્મ કે સંપ્રદાયની સરકાર નથી. ભારતમાં એક વિશ્વાસનું વાતાવરણ બનેલું છે. સરકારની યોજનાનો સીધો લાભ ગરીબો સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે સરકાર ગરીબોના હિત માટે કાર્ય કરી રહી છે. દેશ મોદી રાજમાં વિકાસ સાધી રહ્યો્ છે. સીએમ યોગીએ કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો.
संत कबीर की स्मृति में अनुसंधान संस्थान की आधारशिला रखने प्रधानमंत्री @narendramodi उत्तर प्रदेश के मगहर पहुंचे
लाइव: https://t.co/9tuxZzOAwa https://t.co/4rfzxQMImw pic.twitter.com/eI0p5ClO9m
— दूरदर्शन न्यूज़ (@DDNewsHindi) June 28, 2018
प्रधानमंत्री @narendramodi ने कबीर दास की मजार पर चादर चढ़ाई और पुष्पांजलि अर्पित की pic.twitter.com/0BDR9HbLPt
— दूरदर्शन न्यूज़ (@DDNewsHindi) June 28, 2018
Prime Minister Narendra Modi arrives in Lucknow. He will attend multiple events in Sant Kabir Nagar district's Maghar today. pic.twitter.com/VJvaNLEiaA
— ANI UP (@ANINewsUP) June 28, 2018
સંત કબીર નગર જિલ્લામાં આવેલો નાનકડો વિસ્તાર મગહર એ લગભગ વારાણસીથી 200 કિલોમીટર દૂર છે. પહેલાં આ જગ્યા માટે એવી વાયકા હતી કે અહીં મરનાર વ્યક્તિ આવતા જન્મમાં ગધેડો બને છે અથવા તો નરકમાં જાય છે સંત કબીર દાસનો જન્મ વારાણસીમાં થયો હતો પણ તેમણે પોતાના જીવનનો અંતિમ સમય અહીં પસાર કર્યો હતો જેથી પ્રચલિત ધારણાને તોડી શકાય. 1518માં આ જગ્યાએ સંત કબીર દાસનું અવસાન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે