‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’
‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવેલો આ ડાયલોગ પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુરના અક્લુજ વિસ્તારમાં યોજાયેલી રેલી પર ફીટ બેસે છે.
Trending Photos
મુંબઇ: ‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવેલો આ ડાયલોગ પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુરના અક્લુજ વિસ્તારમાં યોજાયેલી રેલી પર ફીટ બેસે છે. અક્લુજથી માત્ર 50 કિલોમીટર દૂર બારામતિ છે જ્યાં એનસીપી પ્રમુખ શરદ પવારનો ગઢ માનવામાં આવે છે અને આજ દિન સુધી આ ગઢને કોઇ છીનવી શક્યું નથી. લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં બારામતી બેઠક પરથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહી છે. સુપ્રિયા સુલે આ વિસ્તારમાંથી બે વખત સાંસદ રહી ચુકી છે. તેનાથી થોડે દૂર શરદ પવારનો ભત્રીજો અને અજીત પવારનો પુત્ર પાર્થ પવાર પણ ચૂંટણી લડી રહ્યો છે.
વધુમાં વાંચો: અશોક ગેહલોતનું સ્ફોટક નિવેદન, ગુજરાત ચૂંટણીને પગલે રામનાથ કોવિંદ બન્યા રાષ્ટ્રપતિ, અડવાણી રહી ગયા...
હવે તો તમે સમજી ગયા હશો કે પવાર પરિવારના બે સભ્યો જે વિસ્તાર પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યાં પવારની કેટલી પકડ હશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં જઇ પવારને પડકાર્યો છે. તેથી સ્પષ્ટ છે કે આ વખતની ચૂંટણી પવાર પરિવારના અસ્તિત્વની ચૂંટણી છે. મોદીએ તેમના ભાષણમાં પવારને પડકાર આપતા કહ્યું કે, હવાનું વલણ જાણી લે છે, એટલા માટે લડાઇ શરૂ થતા જ મેદાન છોડી 9 દો ગ્યારા થઇ ગયા છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
આ પહેલા માવલ બેઠક પરથી પવાર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં હતા. તેમણે પાર્થના નામ પર તે બેઠક છોડી દીધી. જણાવી દઇએ કે આ વિસ્તારમાં શરદ પવારના સહસલાર માનવામાં આવતા વિજય સિંહ મોહિતે પાટિલને મોદીની રેલી પહેલા ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપમાં સામેલ થવા પર પ્રધાનમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું.
છેલ્લા કેટલાય દિવસોથી વિજય સિંહના ભાજપમાં જોડાવવાના સમાચારોએ જોર પકડ્યું હતું. વિજય સિંહ મોહિતે પાટિલ એનસીપીના એક કદાવર નેતા હતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. ગત વખતે શરદ પવાર માવલથી ચૂંઠણી લડી જીત્યા હતા. ત્યારે તેમાં વિજય સિંહની મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. તે વિસ્તારના રાજકીય વિશ્લેષકોનું માનીએ તો શરદ પવારને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે ભત્રીજાના નામ પર આ બેઠક છોડી અને હારથી બચવા માટે પાછલા દરવાજે નીકળી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે