આ તે કયુ ડ્રિંક? જેને લઈને પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઈડન સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા...ખાસ જાણો

Ginger Ale: અમેરિકાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની મેજબાની કરતા યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું. વ્હાઈટ હાઉસમાં આયોજિત આ શાનદાર કાર્યક્રમમાં બંને રાજનેતાઓ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી. તેમના હાથમાં ડ્રિંક હતું જે બંનેએ અમેરિકા અને ભારતના સારા સંબંધોના નામ પર ટોસ્ટ કર્યું.

આ તે કયુ ડ્રિંક? જેને લઈને પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઈડન સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા...ખાસ જાણો

અમેરિકાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની મેજબાની કરતા યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું. વ્હાઈટ હાઉસમાં આયોજિત આ શાનદાર કાર્યક્રમમાં બંને રાજનેતાઓ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી. તેમના હાથમાં ડ્રિંક હતું જે બંનેએ અમેરિકા અને ભારતના સારા સંબંધોના નામ પર ટોસ્ટ કર્યું. બાઈડેને એ સ્પષ્ટ કરી દીધુ હતું કે ગ્લાસમાં જે ડ્રિંક હતું તેમાં આલ્કોહોલ નહતો. બાઈડેને કહ્યું કે અમારા માટે સારી વાત એ છે કે અમે બંને જ ડ્રિંક કરતા નથી. આવામાં અનેક લોકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો હશે કે પીએમ મોદી અસલમાં શું પી રહ્યા હતા? હવે અમે તમને જણાવીએ કે તેઓ જે ડ્રિંક પી રહ્યા હતા તેને જિંજર એલ કહે છે. 

શું છે આ જિંજર એલ (Ginger Ale)
જિંજર એલ હકીકતમાં એક કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે. કાર્બોનેટેડ એટલે કે તેમાં સોડા મિક્સ હોય છે. આ એક સામાન્ય સોફ્ટ ડ્રિંક જેવું જ હોય છે પરંતુ તેમાં આદુ (Ginger) ની ફ્લેવર હોય છે. તેને અનેકવાર સીધુ પીવામાં આવે છે. કેટલાક લોકો તેને બીજા ડ્રિંકમાં ભેળવીને પણ પીવે છે. આ સામાન્ય રીતે બે પ્રકારનું હોય છે. પહેલો પ્રકાર રેગ્યુલર કે ગોલ્ડન અને બીજો પ્રકાર ડ્રાય. તેને અનેક લોકો સામાન્ય ડ્રિંકની જેમ જ પીવાનું પસંદ કરે છે. જો કે કેટલાક લોકો જીવ ડહોળાય ત્યારે રાહત માટે પણ પીતા હોય છે. જિંજર એલમાં સાઈટ્રિક એસિડ અને સોડિયમ બેન્ઝોનેટ જેવા પ્રિઝર્વેટિવ્સનો પણ ઉપયોગ કરાય છે. 

— ANI (@ANI) June 23, 2023

અત્રે જણાવવાનું કે પીએમ મોદીના વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરના મેન્યૂમાં મેરિનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેંગી એવેકેડો સોસ સામેલ હતા. જ્યારે મેઈન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ, ક્રીમી સેફરન ઈન્ફ્યુઝ રિસોટો સામેલ કરાયા હતા. આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશ પણ સામેલ કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news