પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રને સંબોધશે, ટ્વીટ કરીને આપી માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રને સંબોધશે, ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી. આ અગાઉ પણ કોરોનાકાળમાં પીએમ મોદી અનેકવાર દેશને સંબોધન કરી ચૂક્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે 'આજે સાંજે 6 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ, તમે બધા જરૂરથી જોડાજો.' અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનો દેશમાં સતત પ્રકોપ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી લોકોને વારંવાર નિયમોના પાલનની અપીલ કરી રહ્યા છે. પીએમ મોદીએ તરફથી એવો મંત્ર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, રસી નહીં ત્યાં સુધી જરાય ઢીલ નહીં. 

Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.

— Narendra Modi (@narendramodi) October 20, 2020

નોંધનીય છે કે દેશમાં હાલ તહેવારોની મોસમ છે. આવનારા દિવસોમાં ઉપરાછાપરી તહેવારો છે. આવામાં સરકાર તરફથી એકવાર ફરીથી કડકાઈ વર્તવામાં આવી રહી છે. હાલમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ તહેવારોના કારણે બજારોમાં ભીડ થઈ શકે છે અને આવામાં સાવધાની તરીકે સરકાર તરફથી સતત લોકોને નિયમો પાળવાની અપીલ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news