દેશના જવાન સરહદ પર અને સરહદ પાર તેમનું પરાક્રમ દેખાડી રહ્યા છે: PM મોદી

ભાજપના મહાસંવાદ કાર્યક્રમનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ‘આ સમયમાં દેશની ભાવનાઓ એક અલગ સ્તર પર છે. દેશના વીર જવાન સરહદ પર અને સરહદ પાર તેમનું પરાક્રમ દેખાડી રહ્યાં છે. સમગ્ર દેશ એક છે અને આપણા જવાનોની સાથે ઉભા છીએ.

દેશના જવાન સરહદ પર અને સરહદ પાર તેમનું પરાક્રમ દેખાડી રહ્યા છે: PM મોદી

લખનઉ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પાકિસ્તાન સાથેના તણાવ અને તેમના દ્વારા પકડવામાં આવેલા વિંગ કમાન્ડર અભિનંદનના મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપના મહાસંવાદ કાર્યક્રમનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ‘આ સમયમાં દેશની ભાવનાઓ એક અલગ સ્તર પર છે. દેશના વીર જવાન સરહદ પર અને સરહદ પાર તેમનું પરાક્રમ દેખાડી રહ્યાં છે. સમગ્ર દેશ એક છે અને આપણા જવાનોની સાથે ઉભા છીએ. દુનિયા આપણી શક્તિને જોઇ રહ્યું છે.’ તમને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની અટકાયત કર્યાનો દાવો કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશની સુરક્ષા અને સ્ટ્રેન્થનો સંકલ્પ લઇ આપણા જવાન સરહદ પર છે. આપણે બધા ભારતના નાગરિક છીએ. આપણે બધા દેશમાં સમૃદ્ધિ અને સૌમ્યતા માટે દિવસ રાત એક કરવી પડશે. તેમણે કહ્યું કે, આ આપણી પ્રથમ જવાબદારી છે. પરાક્રમી ક્યારે પણ એવું નથી વિચારતા કે ચાલો આ પૂર્ણ થઇ ગયું છે, હવે બેસી જાઓ. પરંતુ આપણે હમેશા નિરંતર કર્યરત રહેવાનું છે. આપણે દેશની દરેક વીર પુત્રી અને વીર પુત્રના પરિવારના પ્રતિ આભારી છે. મારૂ આ કહેવું છે કે જે પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગ્યા છે, તેઓ ચાલુ રાખે.

પીએમ મોદીએ તે દરમિયાન કહ્યું કે આપણો દેશ નીતિ અને નવી રીતિની સાથે પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવામાં લાગ્યો છે. ભારત આજે આત્મવિશ્વાસથી ભરેલો છે. યુવાઓમાં કંઇક કરવાનો નવો વિશ્વાસ પેદા થયો છે. દેશના ખેડૂતોથી લઇને દેશના જવાનો સુધી દરેકમાં નવી આશા છે કે અશક્ય હવે શક્ય છે. આ કારણ છે કે આજે દરેક ભારતીય ભલે કોઇપણ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે, તે દેશ માટે દરેક સમય આ વિચાર સાથે આગળ વધે છે કે હું દેશ માટે વધું સારુ કેવી રીતે કરુ, શું કરુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મિત્રો આજે ભારત એક એવા પડાવ પર ઉભા છે, જ્યાંથી એક વૈભવશાલી મજબૂત ભારત આપણને આજે સામે દેખાઇ રહ્યું છે. આ વૈભવસાળી ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે એક વિશ્વાસની આવશ્યકતા છે. તેના માટે આત્મવિશ્વાસથી ભરેલા સમાજને એક દોરામાં પોરવવાનો છે. જેથી આપણે ભારતના ચરણોમાં એક મજબૂત માળા અર્પિત કરી શકે.

તેમણે કહ્યું કે ભારતને અસ્થિર કરવા માટે આતંકી હુમલાની સાથે-સાથે દુશ્મનોનું એક ઉદેશ્ય પણ હોય છે કે આપણી પ્રગતી રોકાઇ જાય. આપણી ગતી રોકાઇ જાય, આપણો દેશ અટકી જાય. તેમના આ ઉદેશ્યનો સામનો દરેક ભારતીયએ દિવાર બની ઉભા રહેવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે ‘ભારતના મનની વાત’ અંતર્ગત પ્રત્યેક દેશવાસી તેમના મનની વાત સીધા મારી સુધી પહોંચાડી શકે છે. તમારે ખાતરી કરવી જોઈએ કે તમારા બૂથના વધુ અને વધુ લોકો તમારા સૂચનો આપે છે. તેનાથી આપણો 2019નો સંકલ્પ પત્ર ખરેખરમાં જનતાનો સંકલ્પ પત્ર બની જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news