PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ભારતના સૌથી મોટા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી તેમણે જાતે ટ્વીટ કરીને આપી. પશ્ચિમ બંગાળ ચૂંટણી ઢૂંકડી હોવાના કારણે પ્રધાનમંત્રીનો બંગાળ પ્રવાસ ખુબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ગત 16 દિવસમાં તેમનો આ બીજો બંગાળ પ્રવાસ છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે લખ્યું કે, 'રવિવારે સાંજે પશ્ચિમ બંગાળના હલ્દિયામાં રહીશ. ત્યાં એક કાર્યક્રમમાં બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલને દેશને સમર્પિત કરીશ. આ ઉપરાંત પીએમ મોદી ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલા ડોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈનને પણ દેશને સમર્પિત કરીશ.' તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, 'હલ્દિયા રિફાઈનરીના બીજા યુનિટની આધારશિલા પણ રાખવામાં આવશે. આ ઉપરાંત હલ્દિયાના રાનીચકમાં NH 41 પર બનેલા 4 લેન રોડ-ફ્લાયઓવરનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે.'
રાજકીય ગરમાવો વધશે
પીએમ મોદી છેલ્લા 16 દિવસમાં બીજીવાર બંગાળ (West Bengal) જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે છેડાયેલા ઘમાસાણ વચ્ચે પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે પીએમ મોદીના આ પ્રવાસ બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં જબરદસ્ત ગરમાવાના એંધાણ છે. આ અગાઉ 23 જાન્યુઆરીએ પણ પીએમ મોદી કોલકાતા પહોંચ્યા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન મમતા બેનરજી પણ પીએમ મોદી સાથે મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા બાદ મમતા બેનરજીએ ભાષણ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના પર ખુબ વિવાદ પણ થયો હતો.
'પરિવર્તન યાત્રા' ચાલુ
બીજી બાજુ પીએમ મોદીના પ્રવાસના એક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળ સરકારે એકવાર ફરીથી ટકરાવ લેતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનવારે પ્રદેશમાં પોતાની પાર્ટીની પરિવર્તન યાત્રાને પોલીસ મંજૂરી વગર જ લીલી ઝંડી દેખાડી રવાના કરી અને કહ્યું કે લોકોએ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની સરકારને ટા-ટા કહેવાનું મન બનાવી લીધુ છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર પ્રશાસનના રાજનીતિકરણ અને પોલીસના અપરાધીકરણનો પણ આરોપ લગાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે