New Education Policy: વિદ્યાર્થીઓ હવે તેમની ઈચ્છા મુજબ અભ્યાસક્રમ પસંદ કરી શકે, નવી શિક્ષણ નીતિ દબાણથી મુક્તઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આપણે તે યાદ રાખવાનું છે કે નવી શિક્ષણ નીતિ જ ભવિષ્યના ભારતનો આધાર નક્કી કરશે અને તમામ અન્ય ફેક્ટર્સમાં સૌથી મહત્વનું કારણ હશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં નવી શિક્ષણ નીતિ લાગૂ થવાને એક વર્ષ પૂરુ થયું છે. આ તકે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને સંબોધિત કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશના બધા શિક્ષણવિદોએ નવી શિક્ષણ નીતિને પાયા પર ઉતારવામાં ખુબ મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આપણે તે યાદ રાખવાનું છે કે નવી શિક્ષણ નીતિ જ ભવિષ્યના ભારતનો આધાર નક્કી કરશે અને તમામ અન્ય ફેક્ટર્સમાં સૌથી મહત્વનું કારણ હશે. 21મી સદી પ્રમાણે આજના યુવા પોતાની વ્યવસ્થા અને પોતાની દુનિયાને પોતાના હિસાબથી બનાવવા ઈચ્છે છે. તેવામાં તેને એક્સપોઝર જોઈએ અને જૂના બંધનોમાંથી મુક્તિ જોઈએ
આપણે જોઈ રહ્યાં છીએ કે નાના શહેરો અને ગામડામાંથી નિકળી યુવા કેવા-કેવા કમાલ કરી રહ્યાં છે. આપણે ટોક્યો ઓલિમ્પિકમાં પણ જોઈ શકીએ કે ભારતના અંતરિયાળ વિસ્તારમાંથી નિકળી યુવા પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. આર્ટિફિશેયલ ઇન્ટેલિજન્સથી લઈને મશીન લર્નિંગ સુધીમાં યુવાઓ સફળતા મેળવી આગળ વધી રહ્યાં છે. આ યુવા ભારતની સ્ટાર્ટઅપ સિસ્ટમમાં ક્રાંતિ લાવી રહ્યાં છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ગતિ આપી રહ્યાં છે. તમે કલ્પના કરો કે જ્યારે આ યુવા પેઢીને પોતાના સપનાને અનુરૂપ વાતાવરણ મળશે તો તેની શક્ટિ કેટલી વધી જશે.
I am happy to share that there are 14 engineering colleges in 8 states which offer education in 5 different Indian languages including Hindi-Tamil, Telugu, Marathi, and Bangla: PM Modi pic.twitter.com/TbASJuP0Ec
— ANI (@ANI) July 29, 2021
દેશના યુવા ગમે ત્યારે બદલશે સ્ટ્રીમ, વધશે લોકોની સ્કિલ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશના યુવા હવે ગમે ત્યારે પોતાની સ્ટ્રીમમાં ફેરફાર કરી શકે છે. હવે તેમને આગળ તે ડર રહેશે નહીં કે જો તેમણે કોઈ એક સ્ટ્રીમ પસંદ કરી તો પછી બદલી શકશે નહીં. હવે આ ડર જ્યારે યુવાઓના મનમાંથી નિકળશે તો તેમના મનમાંથી તમામ પ્રકારના ડર નિકળશે અને તે નવા પ્રયોગ કરવા માટે તત્પર હશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણા યુવાઓએ દેશને સમર્થન બનાવવા માટે દુનિયાના મુકાબલે એક ડગલું આગળ વધી વિચારવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે છેલ્લા એક વર્ષમાં દેશની 1200થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ સ્કિલ ઈન્ડિયા સાથે જોડાયેલા કોર્સની શરૂઆત કરી છે.
હવે 11 ભાષાઓમાં થશે એન્જિયનિયરિંગનો અભ્યાસ
તેમણે કહ્યું કે, અમે સ્થાનીક ભાષાને પ્રમુખતા આપવાનો નિર્ણય લીધો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ હવે તમિલ, મરાઠી, બાંગ્લા સહિત 5 ભાષાઓમાં શરૂ થવાનો છે. આ સિવાય કુલ 11 ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્સનું ભાષાંતર શરૂ થઈ ચુક્યુ છે. તેનો સૌથી વધુ લાભ દેશના ગરીબ અને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓને થશે. દલિતો અને આદિવાસીઓને થશે. આ પરિવારોમાંથી આવતા લોકોને લેંગ્વેજ ડિવાઇડનો સામનો કરવો પડતો હતો. માતૃભાષામાં અભ્યાસથી ગરીબ બાળકોનો આત્મવિશ્વાસ વધશે. આ સિવાય પ્રારંભિક શિક્ષણમાં પણ માતૃભાષાને પ્રમોટ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે