Pollution: જો સાવચેતી ના રાખી તો 9 વર્ષથી વધુ ઘટી જશે ભારતીયોની ઉંમર

દુનિયાભરમાં વધતું પ્રદૂષણ સૌથી મોટી ચિંતા છે. ભારતમાં હાલ પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે. વાયુ પ્રદૂષણ નવી નવી બીમારીઓ પેદા કરવાની સાથે ઉંમર પણ ઘટાડી રહ્યું છે.

Pollution: જો સાવચેતી ના રાખી તો 9 વર્ષથી વધુ ઘટી જશે ભારતીયોની ઉંમર

નવી દિલ્હી: દુનિયાભરમાં વધતું પ્રદૂષણ સૌથી મોટી ચિંતા છે. ભારતમાં હાલ પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે. વાયુ પ્રદૂષણ નવી નવી બીમારીઓ પેદા કરવાની સાથે ઉંમર પણ ઘટાડી રહ્યું છે. અમેરિકાથી એક ચિંતાજનક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે ભારતમાં પ્રદૂષણની જો આ જ સ્થિતિ રહી તો 40 ટકા ભારતીયોની ઉંમર 9 વર્ષથી વધુ સુધી ઘટી જશે.

શિકાગો વિશ્વવિદ્યાલયે એનર્જી પોલીસી ઈન્સ્ટીટ્યુટની રિપોર્ટ અનુસાર નવી દિલ્લી સહિત મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતના વિશાળ વિસ્તારમાં રહેનારા 48 કરોડથી વધુ લોકો પ્રદૂષણના ઉચ્ચ સ્તરનો સામનો કરી રહ્યાં છે. ઈપીઆઈસીની રિપોર્ટમાં જણાવ્યું છે ભારતમાં વાયુ-પ્રદૂષણનું ઉચ્ચ સ્તર સમયની સાથે ભૌગોલિક રૂપથી ફેલાઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે લો તો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના હવાની ગુણવત્તા ઘણી જ ખરાબ થઈ રહી છે.

પરતું ખતરનાક થઈ રહેલા પ્રદૂષણ પર લગામ કસવા માટે વર્ષ 2019માં શરુ કરવામાં આવેલા ભારતના રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ એટલે કે NCAPની સરાાહના કરવા માટે EPIC રિપોર્ટમાં જણાવાયુ છે. કહેવામાં આવ્યું છે કે NCAPના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને તેને બનાવી રાખવા માટે દેશની સમગ્ર જીવન પ્રત્યાશા 1.07 વર્ષ અને નવી દિલ્લીમાં 3.1 વર્ષ વધશે.

વધતા પ્રદૂષણ સ્તરને જાણવા માટે IQAIRએ વર્ષ 2020ની વિશ્વ વાયુ ગુણવત્તાની રિપોર્ટ જાહેર કરી છે. જેમાં રાજધાની દિલ્લી દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં પ્રથમ ક્રમે છે. ગત વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ થવાના કારણે અનેક શહેરોમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં દિલ્લીના લોકોને પણ ઘણો ફાયદો થયો હતો.

દિલ્લીના બે કરોડ લોકોએ લોકડાઉન દરમિયાન સ્વચ્છ હવામાં શ્વાસ લીધો. પરંતુ ઠંડીમાં પાડોશી રાજ્યોએ હરિયાણા અને પંજાબમાં ખેતર સળગાવ્યા બાદ અવશેષોના કારણે સ્વચ્છ થયેલી હવા ફરી એકવાર ઝેરી થઈ ગઈ. EPIC રિપોર્ટ મુજબ જો દેશ વિશ્વ સ્વાસ્થ સંગઠનના નિષ્ણાંતો અનુસાર હવાની ગુણવત્તામાં પરિવર્તન લાવવામાં આવે તો મોટા ભાગના લોકોનું જીવન 5.4 વર્ષ વધી શકે છે.

તમને જણાવી દઈએ કે દિલ્લાનું પ્રદૂષણ વર્ષોથી લોકોની ચિંતાનો વિષય છે. સરકાર અને અધિકારીઓએ તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રયાસ કર્યાં છે. ઓક્ટોબર આવતા જ વાયુ પ્રદૂષણ શરુ થઈ જાય છે અને તે ઠંડીની ઋતુમાં છેક સુધી યથાવત રહે છે. આ ઋતુના પહેલા દિલ્લી સરકારે કનોટ પ્લેટમાં બાબા ખડગ સિંહ માર્ગ પર પોતાના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું.

પરંતુ પર્યાવરણવિદોનું માનવુ છે કે આ પ્રકારની પરિયોજના વાયુ પ્રદૂષણ જેવી જટિલ સમસ્યાનું સ્થાયી સમાધાન નથી. તેના સિવાય અનેક રસ્તા છે જે દિલ્લી જેવા સંશાધનની ઉણપવાળા શહેરમાં મોંઘુ સાબિત થઈ શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news