કઢી પકોડાની થાળી સાથે યાદોની તસવીરોમાં સંકેલાયો કુંભમેળો 2019, જાણો કેવી રીતે?
કુંભમેળાના દર્શન કર્યા અને કુંભમેળાની યાદોને પોતાના મનમાં સમાવી છે. પરંતુ હવે પ્રયાગરાજનો કુંભમેળો માત્ર યાદોની તસવીરોમાં સંકેલાઇને રહી જશે. સાધુ-સંતો જઇ રહ્યાં છે સાથે જનતા પણ જઇ રહી છે.
Trending Photos
અવધેશ મિશ્રા, પ્રયાગરાજ: કુંભમેળાનો વૈભવ સમગ્ર દુનિયા જોઇ રહી છે. આ સાથે જ કુંભમેળાની પરંપરાઓને સમગ્ર દુનિયા અનુભવી રહી છે. લગભગ દોઢ મહિનાથી કુંભમેળામાં દુનિયાભરના કરોડો લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું, કુંભમેળાના દર્શન કર્યા અને કુંભમેળાની યાદોને પોતાના મનમાં સમાવી છે. પરંતુ હવે પ્રયાગરાજનો કુંભમેળો માત્ર યાદોની તસવીરોમાં સંકેલાઇને રહી જશે. સાધુ-સંતો જઇ રહ્યાં છે સાથે જનતા પણ જઇ રહી છે. અદ્રશ્ય રીતે કુંભમેળામાંથી સ્પાર્કલિંગ જનાર્દન જઈ રહ્યું છે. સનાતન સંસ્કૃતિની સજીવ પરંપરાનો સિલસિલો અને પરંપરાનો આ ક્રમ કઢી પકોડાની થાળીમાં સંકેલાઇને સમાપ્તિના અંતિમ ચરણ પણ આવી ગઇ છે.
ખરેખરમાં કુંભમેળાની પરંપરાનો કઢી પકોડાની થાળી સાથે ઘણો પ્રાચીન સંબંધ છે.
કુંભમેળો ક્યાંય પણ યોજાયે પરંતુ તેના સમાપ્તિની જાહેરાત કઢી પકોડાના ભાજન સાથે જ થાય છે. કુંભમેળાના ક્રમમાં જ્યારે સંત કઢી પકોડા ખાવા બેસે છે ત્યારે સમજવું કે કુંભમેળો સમાપ્તિ અંતિમ ચરણ પહોંચી ગયો છે.
કુંભમેળાની સમાપ્તિમાં કઢી પકોડાના ભોજનનું આયોજન કરવામાં આવે છે, તો આ સાથે જ સંતો એક નાદ પણ લગાવે છે અને તે નાદ છે... કઢી પકોડા બેસન કા, રાસ્તા પકડો સ્ટેશન કા. અને તેની પાછળનું કારણ એ છે કે પ્રાચિન સમયમાં માત્ર ટ્રેનની વ્યવસ્થા કુંભમેળામાં આવા-જવા માટે કરવામાં આવતી હતી. એટલા માટે કઢી પકોડાના ભોજનનો સંબંધ રેલવે સ્ટેશનથી જોડાયેલો છે.
કુંભમેળાની વાત કરીએ તો 2 ખાદ્ય પદાર્થોનો તેની સાથે અવિશ્વસનીય સંબંધ છે. પ્રથમ છે ખીચડી અને બીજુ છે કઢી પકોડા. કેમ કે, કુંભમેળાનો કઢી પકોડા સાથે શું સંબધ છે તે તો તમે સમજી ગાય છો પરંતુ હવે તમને જણાવીએ કે ખચડીનો કુંભમેળા સાથે શું સબંધ છે.
દેશમાં 4 જગ્યા પર યોજાતા કુંભની વાત કરીએ તો દરેક જગ્યા પર ભવ્ય પેશ્વા અને શોભા યાત્રાની સાથે 13 અખાડા કુંભમેળા વિસ્તારમાં પ્રવેશ કરે છે. પેશ્વાની આ પરંપરા ખીચડીની સાથે જોડાયેલી છે. ખરેખરમાં પરંપરા અને માન્યતા એવી છે કે, પેશ્વાની સાથે તેમની છાવણીમાં પ્રેવશ કર્યા બાદ સંત ખીચડીનો ભોજન કરે છે. પેશ્વાની સાથે જ ખીચડીનું ભોજન પણ કુંભનો શુભારંભની જાહેરાત કરે છે.
પ્રયાગરાજ કુંભમેળામાં કીર્તનની સાથે કઢી પકોડાનું ભોજન શરૂ થઇ ગયું છે. કુંભમેળો સમાપ્તિના અંતિમ ચરણમાં છે. કઢી પકોડાના ભોજનનો આરંભ થઇ રહ્યો છે. ક્યાંક પરંપરાઓ પર વિરામ લાગી રહ્યો છે, તો ક્યાંક વિરામમાં પણ આનંદની વર્ષાવાળું ભોજન થઇ રહ્યું છે. આ છે કુંભમેળો, આ છે કુંભમેળાની વિશેષતા, આ છે કુંભમેળાનું સમાવિષ્ટ સ્વરૂપ, જ્યાં ના શોક છે, ના નિષ્ઠા છે. અહીંયા કંઇક છે તો અંતમાં પણ આનંદનો ઉલ્લાસ અને ભજનમાં સરાબોર થતાં સંતોનું કઢી પકોડાનું ભોજન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે