રાષ્ટ્રપતિ કોવિંદ 1 વર્ષ સુધી 30 ટકા વેતન દાન કરશે, નવી કાર પણ નહીં ખરીદે
રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંકટને જોતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ભવને જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ પોતાનું એક મહિનાનું વેતન પીએમ કેર ફંડમાં આવી રહ્યા છે સાથે એક વર્ષ સુધી પોતાના વેતનના 30 ટકા દાન કરશે. આ સાથે અન્ય ઘણા પ્રસ્તાવો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નહીં ખરીદી નવી કાર
રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. કારણ કે અત્યાર સુધી તેઓ મર્સિડીઝ-બેન્જ એસ ક્લાસ (એસ 600) પુલમેન ગાર્ડના જૂના મોડલનો પ્રયોગ કરી રહ્યા છે. તેથી 2021 ગણતંત્ર દિવસની અવસર પર નવી લિમોઝીન કારથી તેમણે પરેટ પર આવવાનું હતુ પરંતુ કોરોના સંકટને જોતા તે રદ્દ કરી દેવામાં આવ્યુ છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓને ઓછો ખરચો અને બચેલા પૈસા કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં દાન કરવાનું કહેવામાં આવ્યું છે.
Consumption during ceremonial occasions like At-Home ceremonies&state banquets will be minimised by taking measures like keeping smaller guest lists to maintain social distance,lesser usage of flowers&items for decoration&reducing food menu to extent possible: Rashtrapati Bhavan https://t.co/HgnQ0eG8Za
— ANI (@ANI) May 14, 2020
રાષ્ટ્રપતિ ભવનમાં નહીં થાય વધુ ખર્ચ
કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખીને ઘણા પગલા ભરવામાં આવ્યા છે જેમાં સમારહો, ભોજમાં ઓછા મહેમાન, ફૂલોનો ઓછો ઉપયોગ, વ્યંજન મેનૂમા ઘટાડો વગેરે સામેલ છે. તો સામાજીક દૂરી બનાવી રાખવા અને ખર્ચામાં ઘટાડા મટે રાષ્ટ્રપતિની ઘરેલૂ યાત્રામાં ઘટાડો અને ઓછા કાર્યક્રમોમાં ભાગ લેવાની વાત કહેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું કે, અમે લોકો કોઈ મહેમાનના સ્વાગતમાં કોઈ કસર રાખીશું નહીં પરંતુ હવે વધુ શો ઓફ કરવામાં આવશે નહીં.
નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું
વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3722 કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 78003 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2549 પર પહોંચી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 78 હજારની પાર થયા બદ ભારત 50 હજારથી વધુ સંક્રમિત આંકડા વાળા દેશોની યાદીમાં 12માં સ્થાને પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે