ઓરિસ્સામાં PM મોદીનું સંબોધન: ભેદભાવ કોંગ્રેસની નીતિ, ખેડૂતોને પાણી માટે વલખા
લોકસભા ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ઓરિસ્સા આવી પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ઓરિસ્સા આવી પહોંચ્યા છે. ત્યાં તેમણે જનસભાનું સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકારે ભેદભાવની નીતિ અપનાવી છે. ખેડૂતોએ પાણી માટે વલખા મારવા પડ્યા છે.
ઓરિસ્સામાં પીએમ મોદીનું સંબોધન:-
- મોટા મોટા મહાન મિલાવટીઓને ચોકીદાર પ્રત્યે તમારો સન્હે સમજાતો નથી.
- પ્રથમ તબક્કાના વોટિંગમાં ઓરિસ્સાથી જે સંકેત મળ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે, દિલ્હીમાં ફરી એકવાર મોદી સરકાર અને ઓરિસ્સામાં ભાજપ સરકાર
- દેશવાસીઓ ચોકીદારને એટલા માટે સમર્થન આપી રહ્યાં છે કે, સમગ્ર દેશ એક મજબૂત અને ઇમાનદાર સરકાર ઇચ્છે છે
- આપણા દેશમાં સાધન અને સંસાધનોની અછત રહી નથી, પરંતુ અછત રહી છે તો જનતાના પૈસાના યોગ્ય ઉપયોગની
- દિલ્હિમાંથી મોકલવામાં આવતા 100 પૈસામાંથી કોઇ દલાલ તેમની તીજોરીઓ ભરે તો ઓરિસ્સામાંથી વિકાસ કઇ રીતે થશે
- મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે જમાં સરકાર ગરીબ માટે જે 100 પૈસા મોકલે છે તે સંપૂર્ણ 100 પૈસા ગરીબ પર ખર્ચ કરવામાં આવે
- ગરીબ પર બનેલી યોજનાઓ પર કેટલાક લોકો ગીધની જેમ નજર રાખીને બેઠા છે
- ભ્રષ્ટાચારીઓના કારોબાર પર પ્રહાર કર્યો તો તેમને એટલો કષ્ટ પહોંચ્યો છે કે, તેઓ મને રાષ્ટ્રથી હટાવવા માગે છે
- આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઓરિસ્સાની જનતા ગરીબ બનતી જઇ રહી છે
- ક્ષેત્રના આધાર પર ભેદભાવ, નાતજાતના આધાર પર ભેદભાવ આજે કોંગ્રેસ અને બીજેડીની ઉપલ્બધી રહી છે
- જ્યાં મહાનદી અને હીરાકુંડ જેવા ડેમ છે ત્યાંના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યાં છે
- અનાજના ખેતરોમાં ખેડૂતના પરિશ્રમથી લહેરાય છે, પરંતુ અનાજને બિમારીથી બચાવવા માટે અહીંની સરકાર સમય પર કાર્યવાહી કરતી નથી
- કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે, પાકના ખર્ચની દોડ ઘણી રકમ ખેડૂતોને મળે, પરંતુ અહીંની સરકારે ખરીદવાનો કોઇ પ્રયાસ જ કર્યો નથી
- અહીંની સરકારના કારણે પીએમ કિસાન સન્માન યોજનાનો સંપૂર્ણ લાભ તમને મળી શકતો નથી
- દિલ્હીમાં ભાજપ સરકાર બનવા પર અલગથી જળ શક્તિ મંત્રાલય બનાવવામાં આવશે. જેમાં પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવશે.
- જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે આદિવાસીઓ માટે એક અલગથી મંત્રાલય બનાવવામાં આવ્યું હતું
- માછીમારોની નાની નાની જરૂરીયાતો માટે મત્સ સંપ્રદાય યોજનાની શરૂઆત પણ કરવામાં આવશે
- ચીટ ફંડ અને ખનન માફિયાઓને સરકાર જ સંરક્ષણ આપતી રહેશે તો સામાન્ય માનવીની ચિંતા કેવી રીતે સંભવ છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે