પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police) પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં.
Trending Photos
કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police) પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં. પશ્ચિમ બંગાળ (West Bengal) માં અનેક જગ્યાઓ પર છેલ્લા ચાર દિવસથી પ્રદર્શન થઈ રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદર્શનમાં ખુદ મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પણ સામેલ થયા છે. આ કારણે રાજ્યપાલ ઓપી ધનખડ પણ કહી ચૂક્યા છે કે બંધારણીય પદ પર હોવા છતાં સીએમ મમતા બેનરજી કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં જો સામેલ થાય તો તે ગેરબંધારણીય ગણાય.
West Bengal: Deputy Commissioner of Police (HQ),Howrah Ajeet Singh Yadav (file pic) injured, after a bomb was hurled at police while they were trying to disperse the protesters in Sankrail Manikpur area, today. He has been admitted to a hospital. #CitizenshipAmendmentAct pic.twitter.com/nJmGmaQEdu
— ANI (@ANI) December 17, 2019
સીએમ મમતા બેનરજીએ પ્રદર્શનોને ગણાવ્યાં 'છૂટીછવાઈ ઘટનાઓ'
મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) એ સીએએ 2019ના વિરોધમાં પ્રદેશમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ ગણાવી છે. તેમણે રેલવે પરિસરોમાં તોડફોડ અને આગની ઘટનાઓ માટે કેન્દ્રને જવાબદાર ગણતા કહ્યું કે તે વિસ્તારો રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના અધિકારમાં આવે છે. રાજ્ય પોલસના અધિકારમાં નહીં.
મમતા બેનરજી(Mamta Banerjee) એ આ અગાઉ સોમવારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને સીએએ (CAA) ના વિરોધમાં કોલકાતામાં મોટી વિરોધ રેલી કાઢી હતી અને લોકોને રાજ્યમાં એનઆરસીની કોઈ ગતિવિધિ લાગુ નહીં કરવાની અને નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દેવાની શપથ લેવડાવી હતી. તેમણે કહ્યું હતું કે અમારો નારો છે કે 'બંગાળમાં નો સીએબી, નો એનઆરસી'.
આ VIDEO પણ ખાસ જુઓ...
બંગાળના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવા બંધ
પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે રાજ્યના કેટલાક ભાગોમાં નવા નાગરિકતા કાયદા (CAA)ને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જેની જાહેરાત કરતા રાજ્ય સરકારે જણાવ્યું કે માલદા, મુર્શિદાબાદ, અને હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે ઉત્તરી 24 પરગણાના બશીરહાટ અને બારાસાત સબ ડિવિઝનો તથા દક્ષિણી 24 પરગણા જિલ્લાના બારુઈપુર તથા કનિંગ સબ ડિવિઝનમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારોમાં હિંસાની નાની મોટી ઘટના ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે