પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનાં પત્ની સાથે કરાઈ 23 લાખની છેતરપિંડી

ઝારખંડના જામતાડા ગામના સાયબર ઠગે કેપ્ટન અમરિંદર સિંહના પત્ની પાસેથી એટીએમની માહિતી મેળવી લઈને છેતરપિંડી આચરી હતી, જેને પંજાબ પોલીસે પકડી લીધો છે 
 

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનાં પત્ની સાથે કરાઈ 23 લાખની છેતરપિંડી

નવી દિલ્હી/જામતાડાઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની પ્રિનિત કૌર સાથે રૂ.23 લાખની છેતરપિંડીની ઘટના બહાર આવી છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ની પ્રિનિત કૌર સાંસદ છે. 

ઝારખંડના જમતાડા ગામમાં રહેતા એક સાયબર ઠગે તેમની સાથે રૂ.23 લાખની છેતરપિંડી કરી છે. પંજાબ પોલીસે છેતરપિંડી આચરનારા અતાઉલ અંસારીને શોધી કાઢ્યો છે અને ઝારખંડના જામતાડાથી તેની ધરપકડ કરી લીધી છે. 

આરોપી પાસેથી 7 મોંઘા મોબાઈલ, અનેક બેન્કના એટીએમ કાર્ડ અને બેન્કની પાસબૂક મળી છે. અતાઉલ અંસારી જામતાડાના કરમાટાંડ પોલીસ સ્ટેશનના ફોફનાદમાં રહે છે. તેણે નકલી બેન્ક અધિકારી બનીને પ્રિનિત કોરને છેતર્યા હતા. 

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, અતાઉલ અંસારીએ ATM કાર્ડનો સીવીસી અને પાસવર્ડ સહિતની તમામ માહિતી સેલેરી એકાઉન્ટના નામમાં ઉમેરવાનું કહીને માગી લીધી હતી. ત્યાર પછી તે છેલ્લા ત્રણ દિવસથી સતત પૈસા ઉપાડી રહ્યો હતો. પંજાબ પોલીસએ સાયબર ઠગને પકડી લીધો છે. અતાઉલ સામે પંજાબના પટિયાલામાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news