પુણે: રસ્તા પર હોર્ડિંગ ખાબકતાં 3 લોકોનાં મોત, 9 ઘાયલ

હોર્ડિંગ એટલું વિશાળ હતું કે તે પડવાનાં કારણે 7 રિક્ષાઓ તેની નીચે દબાઇ ગઇ હતી

પુણે: રસ્તા પર હોર્ડિંગ ખાબકતાં 3 લોકોનાં મોત, 9 ઘાયલ

પુણે : મહારાષ્ટ્રનાં પુણેના સિવાજી નગર વિસ્તારમાં એક હોર્ડિંગ માર્ગ પર પડી જવાનાં કારણે દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના રેલ્વે સ્ટેશન નજીક થઇ હતી જેમાં હોર્ડિંગ પડવાનાં કારણે 3 લોકોનાં મોત નિપજ્યાં હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. હોર્ડિંગ એટલું મોટું હતું કે તેની નીચે 7 રિક્શા ઉપરાંત ઘણા વાહનો દબાઇ ગયા હતા. પ્રાથમિક રીતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહી હોવા છતા પણ આ હોર્ડિંગ લગાવાતા દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. 

હાલ ફાયર બ્રિગેડ અને રેલ્વે પોલીસ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચલાવાઇ રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અગાઉ પુણેમાં 27 સપ્ટેમ્બરે થયેલી દુર્ઘટના પણ સમાચારોમાં છે. અહીં મુઠા નહેરની દિવાલમાં તિરાડ પડા મહારાષ્ટ્રનાં પુણે જિલ્લાનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેનાં કારણે પણ ભારે નુકસાન થયું હતું. નહેર વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, આ પુરનાં કારણે પણ ઘણા વાહનો ક્ષતીગ્રસ્ત થયા હતા. કેટલાક શોરૂમ સહિતનાં વેપારીઓને ઘણુ મોટુ નુકસાન થયું હતું. 

— ANI (@ANI) October 5, 2018

સિંચાઇ વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, નહેરનાં ડાબી તરફની દિવાલમાં સવારે 15 મીટરની એક તિરાડ પડી હતી. જેનાં કારણે રહેણાંક વિસ્તારમાં નહેરનું પાણી ઘુસી ગયું હતું. ખાસ કરીને દાંડેકર પુલ અને સિંહગઢ વિસ્તારમાં પાણી ફેલાઇ ગયું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news