પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય, સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતને આપી મંજૂરી
સરકારી નોકરીઓની તૈયારીમાં લાગેલી મહિલાઓ માટે પંજાબથી સારા સમાચાર આવ્યા છે. બુધવારે પંજાબ સરકારના મંત્રી પરિષદે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
Trending Photos
ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં બુધવારે આયોજીત પંજાબ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબ સરકારે મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનો નિર્ણય લેતા સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મંત્રી પરિષદે પંજાબ સિવિલ સર્વિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓના અનામતને મંજૂરી આપી છે.
આ સિવાય સીએમે સ્ટેટ રોજગાર યોજના, 2020-2022ને પણ મંજૂરી આપી છે, જે હેઠળ વર્ષ 2022 સુધી પ્રદેશના એક લાખથી વધુ યુવાનોને રોજગાર આપવાનું કામ કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો પર ઝડપથી નિમણૂક કરવામાં આવશે. પંજાબ કેબિનેટે પંજાબ સિવિલ સર્વિસ (રિઝર્વેશન ઓફ પોસ્ટ્સ ફોર વુમેન) રૂલ્સ 2020ને મંજૂરી આપી છે.
નવી શિક્ષણ નીતિ માટે સરકારની STARS યોજના, કેબિનેટે આપી મંજૂરી
આ મુજબ મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી તથા બોર્ડ્સ અને કોર્પોરેશનના ગ્રુપ એ, બી, સી અને ડીના પદો પર ભરતીમાં 33 ટકા અનામત આપવામાં આવશે. પંજાબ સરકારે આ નિર્ણયને રાજ્યમાં મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. મહત્વનું છે કે પંજાબ સિવાય બિહારમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે. નીતીશ સરકારે સરકારી નોકરીઓના બધા પદો પર સીધી ભરતી માટે મહિલાઓને 35 ટકા અનામત આપવાની જોગવાઇ કરી છે. બિહાર આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે