સુપ્રીમ કોર્ટમાં રાફેલ કેસની સુનાવણી, કેન્દ્રએ સુનાવણી સ્થગિત કરવા કર્યો અનુરોધ
સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં 14 ડિસેમ્બર, 2018ના નિર્ણય પર દાખલ પુનર્વિચાર પર મંગળવારે થનારી સુનાવણી સ્થગિત કરવા વિશે કેન્દ્રને સંબોધિત પક્ષકારોમાં પત્ર વિતરણ કરવાની સોમવારે પરવાનગી આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં 14 ડિસેમ્બર, 2018ના નિર્ણય પર દાખલ પુનર્વિચાર પર મંગળવારે થનારી સુનાવણી સ્થગિત કરવા વિશે કેન્દ્રને સંબોધિત પક્ષકારોમાં પત્ર વિતરણ કરવાની સોમવારે પરવાનગી આપી હતી. કેન્દ્રએ તેમના પત્રમાં કહ્યું છે કે, તેમને પુનર્વિચાર અરજીઓના મેરિટ પર તેમના જવાબ દાખલ કરવા માટે થોડા સમયની જરૂરીયાત છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારની તરફથી વરિષ્ઠ અધિવક્તા આર બાલાસુબ્રમણિયને આ મામલે ઉલ્લેખ કરતા પત્ર વિતરણ કરવાની પરવાનગી માગી છે. બેન્ચે કેન્દ્રને પુનર્વિચાર અરજી દાખલ કરનાર અરજીકર્તાઓ સહિત દરેક પક્ષકારોમાં આ વિતરણ કરવાની પરવાનગી પ્રદાન કરી છે. જોકે, બેન્ચે પુનર્વિચાર અરજીઓ પર મંગળવારે થનારી સુનાવણી સ્થગિત કરવા વિશે કંઇ કહ્યું નથી.
પુનર્વિચાર અરજીઓ
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરૂણ શૌરી તથા અધિવક્તા પ્રશાંત ભૂષણની પુનર્વિચાર અરજી મંગળવારના ચિફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચની સમક્ષ સૂચીબદ્ધ છે. આ ઉપરાંત બે અન્ય પુનર્વિચાર અરજીઓ- આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને અધિવક્તા વિનીત ઢાંડાની પણ મંગળવાર માટે સૂચીબદ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે