‘રાહુલ ગાંધી લાખ બૂમબરાડા પાડી લે, રાફેલ સોદો રદ્દ તો નહિ જ થાય’

‘રાહુલ ગાંધી લાખ બૂમબરાડા પાડી લે, રાફેલ સોદો રદ્દ તો નહિ જ થાય’

રાફેલ સોદા પર મચેલી બબાલની વચ્ચે ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગમે તેટલા આરોપ લગાવે, પણ આ સોદો રદ નહિ જ થાય. જો કોંગ્રેસને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના દાવા પર ભરોસો છે, તો તે કરે. કોઈ ફરક નથી પડતો. સમાચાર એજન્સી એએનઆઈને આપેલ ઈન્ટરવ્યૂમાં ફાઈનાન્સ મંત્રીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી કહે છે કે આ કૌભાંડ છે, પણ કેવી રીતે. જો ડઝનેક ભારતીય કંપનીઓ કહે છે કે 56000 કરોડ રૂપિયાના ઠેકામાં 28 હજાર કરોડ રૂપિયા ઓફસેટ છે, તો તેઓ આ સપ્લાયને ઈચ્છે છે. તો પછી આ કૌભાંડ કેવી રીતે થયું. દરેકને 2થી 4 હજાર કરોડ મળશે. પણ તે કેવી રીતે યોગ્ય છે. 

— ANI Digital (@ani_digital) September 23, 2018

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે શુક્રવારે કહ્યું હતું કે, 58,000 કરોડ રૂપિયાના રાફેલ યુદ્ધ વિમાન સોદામાં ભારત સરકારે રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિયેશનના પાર્ટનર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો, અને ફ્રાન્સની પાસે કોઈ વિકલ્પ ન હતો. અરબો ડોલરના આ સોદામાં ઓલાંદના આ નિવેદન બાદ દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પૂર્વ ફ્રાન્સીસી રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ તેના તપાસની પુષ્ટિ કરવામાં આવી રહી છે. 

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, આ નિવેદન બતાવે છે કે આ સોદામાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો છે અને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે શું પૂર્વ ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ખોટું બોલી રહ્યાં છે. રાહુલ ગાંધીએ એક સંમેલનમાં કહ્યું હતું કે, હવે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ જે પણ કહી રહ્યા છે, તે એમ છે કે ભારતના વડાપ્રધાન ચોર છે. આમ જોઈએ તો તેમના નિવેદનનો આ જ અર્થ નીકળે છે.

— ANI (@ANI) September 23, 2018

શું છે રાફેલ સોદાનો વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 એપ્રિલ, 2015ના રોજ પેરિસમાં ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓલાંદની સાથે ચર્ચા કર્યા બાદ 36 રાફેલ ફાઈટર પ્લેન ખરીદવાની જાહેરાત કરી હતી. આ સોદો 23 ડિસેમ્બર, 2016ના રોજ થયો હતો. કોંગ્રેસ રાફેલ સોદામાં મોટા પાયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, તેની આગેવાનીવાળી ગત સરકાર જ્યારે આ સોદાની વાતચીત કરી રહી હતી ત્યારે દરેક રાફેલ વિમાનની કિંમત 526 કરોડ રૂપિયા નક્કી થઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર 1670 કરોડ રૂપિયા પ્રતિ વિમાનના ભાવે રાફેલ ખરીદી રહ્યું છે. વિપક્ષી દળોનો આરોપ એવો પણ છે કે, 2015માં રાફેલ સોદાની જાહેરાતના માત્ર 12 દિવસ પહેલા જ રિલાયન્સ ડિફેન્સ કંપની રચાઈ હતી. રિલાયન્સ ગ્રૂપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news