મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો, કહ્યું- દેશ જ્યારે-જ્યારે ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ


ચીન મુદ્દે રાહુલ ગાંધી  સતત સરકારને સવાલ પૂછી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ. 

 મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો, કહ્યું- દેશ જ્યારે-જ્યારે ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર હુમલો કર્યો છે. આ વખતે રાહુલે દસ્તાવેજ ગાયબ થવાના મુદ્દા પર મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો છે. ફાઇલો ગાયબ થઈ છે. 

ચીન મુદ્દે રાહુલ ગાંધી  સતત સરકારને સવાલ પૂછી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ. માલ્યા હોય કે રાફેલ, મોદી કે ચોકસી... ખોલાયેલા લિસ્ટમાં લેટેસ્ટ છે ચીની અતિક્રમણ વાળા દસ્તાવેજ. આ સંયોગ નથી, મોદી સરકારનો લોકતંત્ર વિરોધી પ્રયોગ છે. 

माल्या हो या राफ़ेल, मोदी या चोक्सी...
गुमशुदा लिस्ट में लेटेस्ट हैं चीनी अतिक्रमण वाले दस्तावेज़।

ये संयोग नहीं, मोदी सरकार का लोकतंत्र-विरोधी प्रयोग है।

— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020

વાયનાડથી કોંગ્રેસ સાસંદ રાહુલ ગાંધીએ ચીન સાથે જોડાયેલા દસ્તાવેજોને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે. હકીકતમાં હાલમાં રક્ષા મંત્રાલયના દસ્તાવેજને લઈને ખુબ વિવાદ જોવા મળી  રહ્યો છે. વિવાદને કારણે આ દસ્તાવેજને મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. 

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, ભૂલી જાવ કે આપણે ચીનની સામે ઉભા રહી શકીએ. પ્રધાનમંત્રીમાં એટલી હિંમત નથી કે તે ચીનનું નામ પણ લઈ શકે. ચીનના કબજાની વાત કબુલનારા દસ્તાવેજને રક્ષા મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે ભારતીય રક્ષા મંત્રાલયે પ્રથમવાર ચીનની ઘુષણખોરીને અતિક્રમણના રૂપમાં સ્વીકારતા સત્તાવાર રૂપથી જાણકારી પોતાની વેબસાઇટ પર મુકી હતી. પરંતુ રાજકીય સ્તર પર વિવાદ વધ્યા બાદ આ દસ્તાવેજોને વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સાથે વિપક્ષ તરફથી સવાલ કરવામાં આવ્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબંધોમાં દેશ સામે જૂઠ બોલ્યું હતું. 

Rajasthan Crisis: ગુજરાત પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેહલોત સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

માલ્યા સાથે જોડાયેલ દસ્તાવેજ ગાયબ
બીજીતરફ હાલમાં સુપ્રીમ કોર્ટમાં વકીલે કહ્યુ હતુ કે, ભાગેડૂ કારોબારી વિજય માલ્યાની ફાઇલ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ ઉપલબ્ધ નથી. વિજય માલ્યાના કેસ સાથે જોડાયેલ મહત્વના દસ્તાવેજ ફાઇલ ગાયબ હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટાળવી પડી હતી. હવે મામલાની સુનાવણી 20 ઓગસ્ટે થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news