રાહુલે CM શિવરાજને ગણાવ્યાં યોજના મશીન, કહ્યું- જ્યાં જાય છે ત્યાં નવી લોન્ચ કરી નાખે છે
મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચિત્રકૂટ પહોંચી ગયા છે. રાહુલ અલાહાબાદથી ચિત્રકૂટ પહોંચ્યા અને હેલિકોપ્ટરથી ઉતરીને સીધા કામતાનાથ મંદિરમાં દર્શન માટે રવાના થયા.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચિત્રકૂટ પહોંચી ગયા છે. રાહુલ અલાહાબાદથી ચિત્રકૂટ પહોંચ્યા અને હેલિકોપ્ટરથી ઉતરીને સીધા કામતાનાથ મંદિરમાં દર્શન માટે રવાના થયા. રાહુલ ગાંધી ચિત્રકૂટ પહોંચીને કામતાનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાજૌલા સભા સ્થળ માટે રવાના થયા હતાં. રાહુલની સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, મહાસચિવ દીપક બાવરિયા, નેતા પ્રતિપક્ષ અજય સિંહ પણ હાજર છે. ચિત્રકૂટના પવિત્ર કામદગિરિ પર્વત સ્થિત કામતાનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સતના અને રીવા જિલ્લાઓમાં જનસભાઓ અને રોડશો કરશે. આ પખવાડિયામાં તેમનો આ બીજો મધ્ય પ્રદેશ પ્રવાસ હશે. આ અગાઉ તેમણે 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં મંત્રોચ્ચારણ બાદ લગભગ 14 કિમી લાંબો રોડશો કર્યો હતો. ત્યારબાદ રેલીને પણ સંબોધિત કરી હતી.
પીએમ મોદી અને સીએમ પર સાધ્યું નિશાન
રાજૌલામાં નુક્કડ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદીએ દેશને ખોટા વચનો આપ્યાં. રાફેલ ડીલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ જૂનો કોન્ટ્રાક્ટ બદલ્યો અને HAL પાસેથી કોન્ટ્રાક્ટ છીનવીને ડીલ પોતાના મિત્રને આપી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલમાં મોટું કૌભાંડ થયું છે અને પીએમ મોદીએ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. રાહુલે વધુમાં કહ્યું કે રાફેલ ડીલને લઈને મેં જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ડીલમાં કોઈ સીક્રેટ વાત નથી. તમારી સરકાર જણાવવા માંગે તો તે જણાવી શકે છે.
शिवराज सिंह चौहान योजना मशीन हैं, जहां जाते हैं नई योजना लॉन्च कर देते हैं- राहुल गांधी#MPPukareRahulGandhi pic.twitter.com/S3Zl9tDN09
— MP Congress (@INCMP) September 27, 2018
સીએમ પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ બે હજાર યોજનાઓ લાવ્યાં. યોજનાઓમાં ખેડૂત આત્મહત્યામાં નંબર વન બન્યો પ્રદેશ, બેરોજગારી કૂપોષણ, ભ્રષ્ટાચારમાં નંબર વન બન્યો. વ્યાપમ સ્કેમમાં શિક્ષણની સિસ્ટમને ખતમ કરી નાખી છે. રાહુલે વધુમાં કહ્યું કે અમારી સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરશે. કર્ણાટકમાં અમે ચીફ મિનિસ્ટરને જણાવ્યું હતું કે અમે સમર્થન કરી રહ્યાં છીએ પરંતુ 10 દિવસની અંદર દેવા માફ થવા જોઈએ.
રાહુલનો બે દિવસનો પ્રવાસ
મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રકોષ્ઠના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 27 અને 28 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશના સતના અને રીવા જિલ્લામાં આવશે. તેઓ સૌથી પહેલ ચિત્રકૂટના કામદગિરિ પર્વત સ્થિત કામતાનાથ મંદિરના દર્શન કરશે. ત્યારબાદ જનસભાઓ અને રોડશો કરશે. ગુપ્તાએ કહ્યું કે રાહુલ 27 સપ્ટેમ્બરના રોજ હેલિકોપ્ટરથી અલાહાબાદથી ચિત્રકૂટ રવાના થશે અને તે દિવસે સવારે 11.10 વાગે ચિત્રકૂટ પહોંચશે. સીધા કામતાનાથ મંદિર દર્શન માટે જશે. મંદિરમાં દર્શન કર્યા બાદ નજીકમાં જ બપોરે 12 વાગે ચિત્રકૂટમાં એક નાની સભા કરશે. ત્યારબાદ સતના જશે. રાહુલ સતનામાં 2.10 વાગે સભા સંબોધશે. ત્યાંથી 3.15 વાગે રીવા માટે રવાના થશે. સાંજે પાચ વાગે રોડશો કરશે. ત્યારબાદ 6.30ના રોજ સિરમોર સર્કલ રીવામાં સભા સંબોધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે