Rajnath Singh નો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'છંછેડશે તેને છોડીશું નહીં'
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાન અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ ((Rajnath Singh) એ કડક સંદેશો આપ્યો છે અને કહ્યું કે સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે ચીન સાથે એલએસી પર ચાલી રહેલા ગતિરોધનું વાતચીતથી પણ કોઈ 'સાર્થક સમાધાન' નીકળ્યું નથી અને યથાસ્થિતિ જળવાઈ રહેલી છે.
જે છંછેડશે તેને છોડીશું નહીં-રાજનાથ સિંહ
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. સરહદ પર પાકિસ્તાન અને ચીનની મિલિભગતના સવાલ પર તેમણે કહ્યું કે, 'અમે તમામ દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે જે અમને છંછેડશે તેને અમે છોડીશું નહી.'
એલએસી પર સ્થિતિ યથાવત
રાજનાથ સિંહે કહ્યું કે, 'એલએસી પર ગતિરોધનો ઉકેલ લાવવા માટે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય સ્તરની વાર્તાથી કોઈ 'સાર્થક સમાધાન' નીકળ્યું નથી. હજુ પણ સ્થિતિ યથાવત છે. તેમણે કહ્યું કે, 'એ સાચુ છે કે ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ઓછો કરવા માટે સૈન્ય અને રાજનીતિક સ્તરે વાતચીત ચાલુ છે. પરંતુ હજુ તેમા સફળતા મળી નથી. જો યથાસ્થિતિ બની રહે તો તે સ્વાભાવિક છે કે તૈનાતીને ઓછી કરી શકાય નહી. આપણી તૈનાતીમાં કોઈ કમીન નહી થાય અને મને લાગે છે કે તેમની તૈનાતીમાં પણ કોઈ કમી નહીં આવે.'
#WATCH India has a sharp focus. ‘Jo hume chedega hum usse chhorenge nahi’. We want to maintain peaceful relations with all nations: Defence Minister Rajnath Singh to ANI, on being asked if this year's incident at the border was a result of possible collusion between China-Pak pic.twitter.com/AxcPSKxEfs
— ANI (@ANI) December 30, 2020
પાકિસ્તાન-ચીનને જડબાતોડ જવાબ
રાજનાથ સિંહે કહ્યું કે 'ચીને એલએસી પર પોતાની બાજુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. આપણે પણ કરી રહ્યા છીએ. પરંતુ તે કોઈ દેશ વિરુદ્ધ નથી.' આ સાથે જ તેમણે કહ્યું કે 'પાકિસ્તાન જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી નાપાક હરકત કરતું રહ્યું છે. આપણે પાકિસ્તાનને સરહદની સાથે સાથે સરહદ પાર જઈને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.'
સેનાની કાબેલિયત પર ગર્વ
રાજનાથ સિંહે કહ્યું કે આઝાદી બાદ જેટલી પણ સરકાર રહી તે કોઈના પર સિક્યુરિટી મામલે પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરવા માંગતો નથી, પરંતુ જ્યારથી મોદીજીની સરકાર રહી છે ત્યારથી સિક્યુરિટીને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. સેનાના હાથ બાંધવાનો સવાલ જ પેદા થતો નથી, અને આપણને સેનાની કાબેલિયત પર ગર્વ છે, હું આ હ્રદયના ઊંડાણથી બોલી રહ્યો છું.
સેનાએ નતમસ્તક થવા દીધા નથી
તેમણે વધુમાં કહ્યું કે ગલવાન બાદ આપણી સેનાના જવાનોનો જુસ્સો બુલંદ હતો, અને આજે પણ છે. જે શૌર્ય, પરાક્રમ અને સંયનો પરિચય આપણી સેનાએ આપ્યા છે તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. બંને દેશો વચ્ચે વાર્તા ચાલુ છે. આથી હું વધુ કહી શકું નહીં. પરંતુ એ દાવા સાથે કહી શકું કે આપણી સેનાએ નતમસ્તક થવા દીધા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે