Rajya Sabha Elections: મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી AIMIM એ ફેંક્યું આ પાસું

રાજ્યસભાની 16 બેઠકો માટે આજે નિર્ણાયક દિવસ એટલે કે મતદાનનો દિવસ છે. જેમાં મહારાષ્ટ્રની 6 બેઠકો પણ સામેલ છે. અહીંની 6 બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે કોકડું ગૂંચવાયેલું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 

Rajya Sabha Elections: મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી AIMIM એ ફેંક્યું આ પાસું

AIMIM to Support MVA in Rajya Sabha Elections: રાજ્યસભાની 16 બેઠકો માટે આજે નિર્ણાયક દિવસ એટલે કે મતદાનનો દિવસ છે. જેમાં મહારાષ્ટ્રની 6 બેઠકો પણ સામેલ છે. અહીંની 6 બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે કોકડું ગૂંચવાયેલું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 

AIMIM મહારાષ્ટ્રના અધ્યક્ષ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું કે ભાજપને હરાવવા માટે અમારી પાર્ટી AIMIM એ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA) ને મત આપવાનો નિર્ણય કર્યો છે. અમારા 2 AIMIM મહારાષ્ટ્ર વિધાયકોને કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવાયું છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે 7 ઉમેદવારોમાં કાંટાની ટક્કર છે. ભાજપે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અનિલ બોન્ડે અને ધનંજય મહાદિકને ઉમેદવાર  બનાવ્યા છે. એનસીપીએ પ્રફૂલ્લ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ સંજય રાઉત અને સંજય પવાર પર દાવ લગાવ્યો છે જ્યારે કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા છે. 

— ANI (@ANI) June 10, 2022

મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ફડણવીસે બેઠકમાં વિધાયકોને સલાહ આપી હતી કે ભૂલેચૂકે પણ તેમનો મત અમાન્ય ન ગણાય તે સુનિશ્ચિત કરવું. તેમણે કહ્યું કે રાજ્યસભા માટે મતદાન કેવી રીતે કરવું તેના નિર્દેશ તમને અપાયા છે. 'તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ ભૂલને કારણે તમારો મત બગડે નહીં.'

શું છે વિધાનસભાનું ગણિત
મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત જોઈએ તો ભાજપ પાસે બે બેઠકો જીતવા માટે પૂરતા મત છે. જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક-એક મત મેળવી શકે છે. રાજ્યની MVA સરકારમાં સામેલ શિવસેના (55), એનસીપી (52) અને કોંગ્રેસ (44) મળીને શિવસેનાના બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરી શકે છે. 

એનસીપીના બે વિધાયક અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે, જ્યારે 288 સભ્યોવાળા ગૃહની એક બેઠક ખાલી છે. ચાર મુખ્ય દળો ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભામાં 25 અપક્ષ અને નાના પક્ષોના વિધાયકો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news