Himachal Pradesh: ડ્રોમાં નામ સિંઘવીનું નીકળ્યું, છતાં ભાજપના હર્ષ મહાજન કેવી રીતે જીતી ગયા? ખાસ જાણો આ નિયમ
Rajya Sabha Election: હિમાચલ પ્રદેશની એકમાત્ર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર બનેલા સિંઘવી પૂરતું સંખ્યાબળ હોવા છતાં હારી ગયા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 34-34 મત સાથે બરાબરી આવી ગયા. ક્રોસ વોટિંગના કારણે આ સ્થિતિ ઊભી થઈ. ત્યારબાદ પરિણામ માટે ડ્રોની જરૂર પડી. હવે તેને ભાગ્ય કહો કે દુર્ભાગ્ય...સિંઘવીનું નામ ડ્રોમાં નીકળ્યું અને છતાં તેઓ હારી ગયા...
Trending Photos
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક સીટ માટે જબરદસ્ત ઉલટફેર જોવા મળ્યો. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા અને કોંગ્રેસની નક્કી ગણાતી સીટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ હારનો સામનો કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના ધૂરંધર વકીલ અભિષે મનુ સિંઘવીએ જેને પાક્કી જીત સમજી હશે તે સીટ હારમાં ફેરવાઈ ગઈ. હિમાચલ પ્રદેશની એકમાત્ર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર બનેલા સિંઘવી પૂરતું સંખ્યાબળ હોવા છતાં હારી ગયા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 34-34 મત સાથે બરાબરી આવી ગયા. ક્રોસ વોટિંગના કારણે આ સ્થિતિ ઊભી થઈ. ત્યારબાદ પરિણામ માટે ડ્રોની જરૂર પડી. હવે તેને ભાગ્ય કહો કે દુર્ભાગ્ય...સિંઘવીનું નામ ડ્રોમાં નીકળ્યું અને છતાં તેઓ હારી ગયા...આની પાછળનું કારણ તમે જાણો છો? ચાલો સમજીએ.
લોટરીમાં નામ નીકળ્યુ છતાં હાર્યા
ચૂંટણી સંચાલન નિયમ 1961 ના નિયમ 75(4)નો ઉપયોગ જ્યારે ઉમેદવારોને સરખા મત મળે તે સ્થિતિમાં કરવામાં આવે છે. નિયમ મુજબ જ્યાં એક માત્ર રાજ્યસભા બેઠક માટે બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન મૂલ્યના મત મળે તો ત્યાં સૌથી ઓછા મૂલ્યવાળા ઉમેદવારને ડ્રો દ્વારા બહાર કરવામાં આવે છે. ET ના રિપોર્ટ મુજબ ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યાં મુજબ રિટર્નિંગ ઓફિસર ઉમેદવારોના નામવાળી ચીઠ્ઠીઓને એક બોક્સમાં મૂકે છે. આ બોક્સમાં ચીઠ્ઠીઓ કાઢતા પહેલા તેને બરાબર ઉછાળવામાં આવે છે. ત્યારબાદ જે ઉમેદવારના નામની ચીઠ્ઠી નીકળે છે તે મુકાબલો હારી જાય છે. એટલે કે બોક્સમાં જે ઉમેદવારના નામની ચીઠ્ઠી રહે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
શું છે નિયમ
ચૂંટણીમાં ઉમેદવારોને જ્યારે સરખા મત મળે તો ચૂંટણી સંચાલન નિયમોમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને માટે અલગ અલગ જોગવાઈઓ છે. ચૂંટણી આયોગના એક પૂર્વ અધિકારીના જણાવ્યાં મુજબ બંને ચૂંટણીમાં લોટરી કાઢવામાં મુખ્ય તફાવત એ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારના નામની ચીઠ્ઠી નીકળે તે હારી જાય છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં જો બે ટોપ ઉમેદવારોની ગણતરીમાં સરખા મત નીકળે તો લોટરી કરવામાં આવે. અને આવી સ્થિતિમાં જે ઉમેદવારના નામની ચીઠ્ઠી નીકળે તેને જીતેલો જાહેર કરાય છે. રાજ્યસભા અને લોકસભા ચૂંટણીમાં બરાબરની સ્થિતિમાં ચૂંટણી સંચાલન નિયમ, 1961ના રૂલ 75 અને 81 હેઠળ આ નિર્ણય લેવાય છે.
આવામાં કેટલાક લોકો કહી શકે કે સિંઘવીના સ્ટાર તેમની ફેવરમાં નહતા. કોંગ્રેસ ઉમેદવાર સિંઘવીએ એમ આ જ વાત કરી. તેમણે કહ્યું કે નિર્ણય ઈશ્વરે લીધો છે. સામાન્ય ડ્રોમાં જેનું નામ નીકળે છે તે જીતે છે પરંતુ ચૂંટણી પંચના અજીબ રૂલ હેઠળ બોક્સમાંથી જેનું નામ નીકળે છે તે હારી જાય છે. જે રીતે હું હારી ગયો.
કોંગ્રેસમાં પડ્યો ખેલ
હિમાચલ પ્રદેશમાં 68 વિધાયકો છે. જેમાંથી કોંગ્રેસના 40 છે. રાજ્યમાં ભાજપના 25 અને 3 અપક્ષો છે. આવામાં જીત માટે 35 મતની જરૂર હતી. મતદાનમાં કોંગ્રેસના જ 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું જ્યારે 3 અપક્ષોએ પણ ભાજપના ઉમેદવારને મત આપ્યા. આવામાં બંને ઉમેદવારને 34-34 મત મળ્યા. ત્યારે જીતનો નિર્ણય ડ્રો દ્વારા થયો. કોંગ્રેસ તરફથી ભાજપના પક્ષમાં મતદાન કરનારા વિધાયકોમાં ધર્મશાળાથી સુધીર શર્મા, સુજાનપુરથી રાજેન્દ્ર રાણા, બડસારથી ઈન્દ્રવત લખનપાલ, લાહૌલ સ્પિતિથી રવિ ઠાકુર, કુટલેહડથી દેવેન્દ્ર ભુટ્ટો અને ગગરેટથી ચૈતન્ય શર્મા સામેલ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે