પંચકુલા રમખાણ કેસઃ હનીપ્રિતને મળ્યા જામીન, ઓક્ટોબર, 2017થી હતી જેલમાં
પંચકુલા રમખાણ કેસમાં આરોપી હનીપ્રિતે 3 ઓક્ટોબર, 2017ના રોજ પંચકુલા પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. હનીપ્રિત પર દેશદ્રોહની ધારાઓ લગાવાઈ હતી.
Trending Photos
અમન કપૂર/અંબાલાઃ બળાત્કારના અપરાધમાં જેલમાં કેદ ગુરમીત રામ રહીમની(Gurmeet Ram Rahim) કથિત પુત્રી હનીપ્રિતને (Honeypreet) બુધવારે અંબાલા સેન્ટ્રલ જેલમાંથી જામીન(Bail) પર છોડી મુકવામાં આવી છે. પંચકુલા કોર્ટે તેને જામીન આપ્યા છે. હનીપ્રિતને ડેરા પ્રમુખ રામ રહીમ દ્વારા સાધ્વી જાતીય શોષણ કેસમાં દોષી ઠેરવાયા પછી પંચકુલામાં ફાટી નિકળેલા રમખાણોના કેસમાં (Punchkula Violence Case) પંચકૂલા કોર્ટે જામીન આપ્યા છે. પંચકુલા રમખાણો સંદર્ભમાં દાખલ કરાયેલી FIR no.345માં હનીપ્રિતને જામીન આપવામાં આવ્યા છે.
પંચકુલા રમખાણ કેસમાં આરોપી હનીપ્રિતે 3 ઓક્ટોબર, 2017ના રોજ પંચકુલા પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. હનીપ્રિત પર દેશદ્રોહની ધારાઓ લગાવાઈ હતી. છેલ્લી સુનાવણીમાં દેશદ્રોહની ધારાઓ દૂર કરવામાં આવી હતી. ત્યાર પછી જે ધારાઓ બચી હતી, તેમાં જામીન મળી શકે એમ હતું.
બુધવારે હનીપ્રિતના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે જામીનની અરજી મંજુર રાખી હતી. આ કેસમાં આરોપી હનીપ્રિત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહી હતી. અન્ય આરોપીને પ્રત્યોક્ષ રીતે કોર્ટમાં હાજર કરાયાહતા. આ કેસની આગામી સુનાવણી 20 નવેમ્બરમાં યોજાશે.
ગુરમીત રામ રહીમની સુરક્ષા
હાઈકોર્ટમાં રામ રહીમના તથાકથિત વકીલે અરજી દાખલ કરકી હતી કે ગુરમીત રામ રહીમની સુરક્ષાને જોખમ છે. હાઈકોર્ટે આ અરજી ફગાવી દેવાની સાથે જ અરજી કરનારા મોહિત ગુપ્તા પર રૂ.50,000નો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટમાં રોહતક ડિસ્ટ્રિક્ટ જજનો રિપોર્ટ રજુ કરાયો હતો, જેમાં જણાવાયું છે કે, રામ રહીમની સુરક્ષાને કોઈ ખતરો નથી કે જેલમાં કોઈ ગેંગવારની પણ સંભાવના નથી.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે