આઝમ ખાન 'ભૂમાફિયા' જાહેર, જૌહર યુનિવર્સિટી માટે જમીન પચાવી પાડવાનો આરોપ
ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પ્રશાસને આઝમ ખાનને ભૂમાફિયા જાહેરા કર્યા છે.
Trending Photos
રામપુર: ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પ્રશાસને આઝમ ખાનને ભૂમાફિયા જાહેરા કર્યા છે. જૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન કબ્જે કરવાના આરોપમાં પ્રશાસને આ કાર્યવાહી કરી છે. ઉપ જિલ્લા અધિકારી તરફથી તેમનું નામ એન્ટી ભૂ માફિયા પોર્ટલ પર નોંધણી થઈ છે.
જમીન પચાવવાના 13 કેસ નોંધાયેલા છે
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ, રામપુરથી સાંસદ અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના કુલાધિપતિ આઝમ ખાન વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહ દરમિયાન જમીન પચાવી પાડવાના 13 કેસ નોંધાયા છે. એન્ટી ભૂ માફિયા પોર્ટલ પર તે જ લોકોના નામ નોંધાય છે જે લોકો જમીનો પર કબ્જો કરે છે અને તેને છોડતા નથી.
જુઓ LIVE TV
કેસો માટે SITની રચના
રામપુરના એસપી અજયપાલ શર્માએ જણાવ્યું કે આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસો માટે એસઆઈટી બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 3 સભ્યોની સ્પેશિયલ ટીમ આઝમ ખાન પરના કેસોની તપાસ કરશે. એસપીએ જણાવ્યું કે જૌહર યુનિવર્સિટીમાં જમીન પચાવવાના મામલે 13 કેસ નોંધાયેલા છે. આ મામલાની તપાસ માટે એક ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટરની ટીમ બનાવવામાં આવી છે.
સપાએ પણ બનાવી તપાસ કમિટી
આઝમ ખાન પર નોંધાયેલા કેસોને લઈને અખિલેશ યાદવે 21 સભ્યોની તપાસ કમિટી બનાવી છે. જે 20 જુલાઈના રોજ રામપુર જઈ રહી છે. જેના પર કોંગ્રેસના નેતા ફૈઝલ લાલાએ અખિલેશ યાદવને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે મેં અખિલેશ યાદવને આગ્રહ કર્યો છે કે તમે તમારી તપાસ ટીમને સૂચના આપો કે તેઓ તે પીડિત પરિવારોને જરૂર મળે, જેમના પર જુલ્મ થયા છે અને તેમની જમીન પચાવવામાં આવી છે. એક મામલો જૌહર યુનિવર્સિટીની જમીનનો છે અને બીજો યતીમખાના બસ્તીનો છે, જ્યાં 40 લોકોને બેઘર કરીને જમીન પચાવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે