કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધારે, રિકવરી રેટ પણ વધ્યો

દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસથી વધારે સાજા થનાર દર્દીઓની સંખ્યા છે. આ સંખ્યા એક્ટિવ કેસથી 96,173 વધારે થઈ છે. કોવિડ-19 રિકવરી રેટ પણ સારો થયો છે અને તે 58.24 ટકા છે.
કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધારે, રિકવરી રેટ પણ વધ્યો

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસથી વધારે સાજા થનાર દર્દીઓની સંખ્યા છે. આ સંખ્યા એક્ટિવ કેસથી 96,173 વધારે થઈ છે. કોવિડ-19 રિકવરી રેટ પણ સારો થયો છે અને તે 58.24 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 13,940 કોવિડ-19 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ કોરોનાથી સ્વસ્થય થતા કુલ દર્દીઓની સંખ્યા 2,85,636 થઈ ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 58.24 ટકા થઈ ગયો છે.

હાલ દેશભરમાં 1,89,463 એક્ટિવ કેસ છે

છેલ્લા 24 કલાકમાં આઇસીએમઆરે 11 નવી લેબ શરૂ કરી છે.

ભારતમાં અત્યારે 1606 ડાયગનોસ્ટિક લેબ કોવિડ-19ની તપાસ માટે છે. તેમાં 737 ગવર્મેન્ટ સેક્ટરમાં અને 279 પ્રાઇવેટ લેબ છે.

આ લેબ્સમાં છેલ્લા 24 કલાકમાં 2,15,446 ટેસ્ટ થયા છે. ત્યારે અત્યારસુધી 77,76,228 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news