Fake TRP રેકેટનો પર્દાફાશ, પૈસા આપીને TRP વધારતું હતું રિપબ્લિક ટીવી: મુંબઇ પોલીસ
મુંબઇ પોલીસે ફેક ટીઆરપી (TRP) રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ટીવી ચેનલ પૈસા આપીને ટીઆરપીને મેન્યુપુલેટ કરવાનું કામ કરી રહી હતી.
Trending Photos
મુંબઇ: મુંબઇ પોલીસે ફેક ટીઆરપી (TRP) રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્રણ ચેનલોના નામ સામે આવ્યા છે જેમાં રિપબ્લિક ભારત, બોક્સ સિનેમા અને વક્ત મરાઠી સામેલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ટીવી ચેનલ પૈસા આપીને ટીઆરપીને મેન્યુપુલેટ કરવાનું કામ કરી રહી હતી. પોલીસના અનુસાર રિપબ્લિક ટીવી પૈસા આપીને ટીઆરપી વધારે છે. ચેનલના ડાયરેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ચેનનલા ખાતાની તપાસ થઇ શકે છે.
ટીઆરપીને કેલક્યૂલેટ કરનાર એજન્સી BARC સાથે જોડાયેલી હંસા નામની એજન્સી પર સકંજો કસવામાં આવ્યો. દેશભરમાં 300થી વધુ પેરામીટર્સ, મુંબઇમાં લગભગ 2000 પેરામીટર્સના મેન્ટેન્સની જવાબદારી BARC સાથે જોડાયેલી હંસાને આપવામાં આવી હતી જે ટીઆરપી સાથે છેડતી કરી રહી હતી. જે ઘરોમાં આ કોન્ફિડેંશિયલ પેરામીટર્સ લગાવવામાં આવ્યા હતા તે ડેટાને કોઇ ચેનલ સાથે શેર કરી તેની સાથે ટીઆરપીને છેડછાડ કરવામાં આવી હતી. આ ઘરોમાં એક ખાસ ચેનલ જ લગાવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું જેના બદલામાં તેમને પૈસા આપવામાં આવતા હતા. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
3 ચેનલો વિરદ્ધ મામલો
ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં લગભગ 10 લાખ અને 8 લાખ કેશ મળી આવ્યા. ત્રણ ચેનલોની જાણકારી મળી જેમાંથી બે નાની ચેનલ છે. આ ડેટાને કોમ્પમાઇઝ કરી રહ્યા હતા. પૈસા આપીને ટીઆરપીને મેન્યુપુલેટ કરવાનું કામ કરી રહ્યા હતા. ખાસ ચેનલને ઓન કરવા માટે કહેવામાં આવતું હતું. અભણ લોકોના ઘર્માં ઇંગ્લિશ ચેનલને ઓન કરવાની પણ ડીલ કરવામાં આવી હતી. મહિનો ફિક્સ હતો. લોકોના ઘરમાં પૈસા આપતા હતા. 20 લાખ રૂપિયા એક એકાઉન્ટમાંથી સીઝ કરવામાં આવ્યા. એક આદમી પાસેથી 8 લાખ કેશબેક લોકરમાંથી રિકવર થયા છે. 409, 420 IPC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે