ગર્ભવતી માતાઓ ચેતીને આ ખોરાક લેજો, નહિ તો બાળકને મળશે ડાયાબિટીસ

ગર્ભવતી માતાઓ ચેતીને આ ખોરાક લેજો, નહિ તો બાળકને મળશે ડાયાબિટીસ

કેટલીક બીમારીઓ આનુવંશિક હોય છે, તો કેટલીક બહારીય તકલીફોને કારણે થતી હોય છે. તો કેટલીક બીમારીઓ એવી હોય છે જે બાળકને માતાના ગર્ભ દરમિયાન મળે છે. કેટલીક મમ્મીઓ જો ગર્ભાવસ્થા દરમિયાન ખાણીપીણીમાં તકેદારી ન રાખે તો તેની સીધી અસર બાળકના હેલ્થ પર થાય છે. આ સમય દરમિયાન ખોરાકમાં રાખવામાં આવેલી નિષ્કાળજી બાળકોને લાંબે ગાળે કોઈને કોઈ બીમારી આપે છે. જેમાં ડાયાબિટીસ પણ છે, જેનો ખુલાસો તાજેતરમાં જ થયેલ એક રિસર્ચમાં થયો છે. ગર્ભાવસ્થા દરમિયાન વધુ ગ્લુટેન યુક્ત આહાર લેવાથી બાળકમાં ટાઈપ-1 ડાયાબિટીસની શક્યતા વધી જાય છે. ગ્લુટેન એક પ્રકારનું પ્રોટીન છે, જે ઘઉં, રાઈ અને જુવારમાં મળી આવે છે. આ મામલે થયેલ એક નવા રિસર્ચમાં આ માહિતી સામે આવી છે. જંતુઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં માલૂમ પડ્યું કે, ગર્ભાવસ્થા સમયે જે મહિલાઓએ ગ્લુટેનરહિત ખોરાક લીધો, તેમના બાળકોમાં ટાઈપ-1 ન મળી આવ્યું. પરંતુ ગર્ભવતી મહિલાઓમાં આ પ્રકારનું કોઈ રિસર્ચ થયું નથી. 

63,529 જેટલી મહિલાઓ પર રિસર્ચ 

ડેનમાર્કના બાર્થોલિન ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચર્સે આ રિસર્ચ કર્યું છે. જેમાં તેમણે શોધ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન વધુ ગ્લુટેન યુક્ત આહાર લેવાથી બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. તેમને જાન્યુઆરી 1996થી ઓક્ટોબર 2002ની વચ્ચે ડેનિશ નેશનલ બર્થ કોહોટમાં રજિસ્ટર્ડ 63,529 જેટલી મહિલાઓ પર રિસર્ચ કર્યું હતું. 

મહિલાઓના ગર્ભાવસ્થા દરમિયાનના 25મા સપ્તાહમાં લેવાયેલ ફૂડ પર ‘ફુડ ફ્રીક્વેન્સી ક્વેન્ચનર’ને ભરવામાં આવ્યું હતું. જેમાં તેમના બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ મેળવી આવ્યું હતું. તેમાં ગ્લુટેન ઈન્ટેક સામાન્ય રીતે પ્રતિદિન 13 ગ્રામ હતું. જોકે, આ માત્રા 7 ગ્રામથી લઈને 20 ગ્રામ પ્રતિદિનથી પણ વધુ મળી આવી હતી. રિસર્ચ કરનારાઓએ 247 આવા કિસ્સાઓ ચકાસ્યા, જેમાં બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ મળી આવ્યું હતું. જોકે, રિસર્ચર્સે એમ પણ ખુલાસો કર્યો છે કે, ખાણીપીણીમાં બદલાવ લાવતા પહેલા આ મામલે હજી વધુ રિસર્ચ કરવાની જરૂર છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news