2019માં કોંગ્રેસ એકલું સત્તામાં આવે તેની શક્યતાઓ નહીવત્ત : સલમાન ખુર્શીદ
ખુર્શીદે કહ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ બેસાડવા માટે તૈયાર રહેવું જોઇએ
Trending Photos
કોલકાતા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું માનવું છે કે હાલની પરિસ્થિતીમાં પાર્ટી પોતાનાં બલે સત્તા પર આવે તે મુશ્કેલ છે, જો કે કોંગ્રેસને અટકાવવાની કિંમત પર વિપક્ષી મહાગઠબંધન ન બનવું જોઇએ. ખુર્શીદે કહ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ મેળવવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, અમારા તમામ નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે દેશની સરકારને બદલવા માટે ગઠબંધનની જરૂર છે. ભાજપે સત્તા છોડવી પડશે. ગઠબંધનને મૂર્ત સ્વરૂપ આપવા માટે જે ત્યા, તાલમેલ અને વાતચીતની જરૂર હોય. કોંગ્રેસ તે કરવા માટે તૈયાર છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો કે સારૂ રહેશે કે અન્ય (વિપક્ષી) પાર્ટીઓનું વલણ એવું જ હોય. ગઠબંધન કોંગ્રેસને અટકાવવા માટેન થવું જોઇએ, ગઠબંધન ભાજપને હટાવવા માટે હોવું જોઇએ અને અમે કોઇ પણ વસ્તુ માટે તૈયાર છીએ. જો કે પૂર્વ વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધન બનાવવાનાં પ્રયાસો કરી રહી છે.બસપા પ્રમુખ માયાવતી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાનો નિર્ણય લીધો, જેના કારણે મહાગઠબંધન બનવાની આશાને ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટી (સપા)એ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાનો નિર્ણય લીધો છે.
ખુર્શીદે કહ્યું કે, મહાગઠબંધનનો ઇરાદો મોદી સરકારને હરાવ્યું છે. તેમણે કહ્યું કે, જો મહાગઠબંધમાં સમાવિષ્ય થનારા દળોનો ઇરાદાને ભુલીશું તો નિશ્ચિત રીતે તે નહી બની શકે અને અહીં દરેક પાર્ટી અને દેશનું નુકસાન થશે. ખુર્શીદે આશા વ્યક્ત કરી કે માયાવતીની બસપા મહાગઠબંધનમાં પરત ફરશે. તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીનાં મુદ્દે લોકસભા ચૂંટણીથી અલગ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે