પીડિતાની જાંઘ વચ્ચે કરાયેલી ખોટી હરકત પણ દુષ્કર્મ સમાન- કેરળ હાઈકોર્ટ
રેપ સંલગ્ન એક મહત્વની ટિપ્પણી કરતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે જો આરોપી પીડિતાની જાંઘ ઉપર પણ જો સેક્સ્યુઅલ એક્ટ કરે તો તેને ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) ની કલમ 375 હેઠળ પરિભાષિત બળાત્કાર સમાન જ ગણવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: રેપ સંલગ્ન એક મહત્વની ટિપ્પણી કરતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે જો આરોપી પીડિતાની જાંઘ ઉપર પણ જો સેક્સ્યુઅલ એક્ટ કરે તો તેને ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) ની કલમ 375 હેઠળ પરિભાષિત બળાત્કાર સમાન જ ગણવામાં આવશે.
રેપ મામલે કોર્ટની ટિપ્પણી
જસ્ટિસ કે. વિનોદ ચંદ્રણ અને જસ્ટિસ જિયાદ રહેમાન એ એ ની બેન્ચે આ ચુકાદો વર્ષ 2015ના એક રેપ મામલે આપ્યો. આ કેસમાં ઉમરકેદની સજા કાપી રહેલા વ્યક્તિએ વર્ષ 2015માં 11 વર્ષની પાડોશીની બાળકનું શારીરિક શોષણ કર્યું હતું.
પાડોશીએ બાળકી સાથે કરી હતી ગંદી હરકત
પાડોશીએ વિદ્યાર્થીનીને અશ્લિલ ક્લિપ દેખાડીને તેના થાઈઝ સાથે ગંદી હરકત કરી હતી. વિવાદ વધતા આરોપીની ધરપકડ થઈ હતી. કેસની નીચલી કોર્ટમાં સુનાવણી થઈ અને પોક્સો એક્ટ અને અપ્રાકૃતિક યૌન સંબંધ મામલે આરોપીને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી.
નીચલી કોર્ટે ઉમરકેદની સજા ફટકારી
સજા વિરુદ્ધ આરોપીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને સવાલ કર્યો કે થાઈઝ વચ્ચે પેનેટ્રેશન રેપ કેવી રીતે હોઈ શકે? આરોપીના વકીલે કોર્ટને કહ્યું કે આરોપી પર આરોપ છે કે તેણે પીડિતાની જાંઘો વચ્ચે પેનિસ નાખ્યું હતું અને આવું કૃત્યુ કલમ 375 હેઠળ બળાત્કારની શ્રેણીમાં આવતું નથી.
જેના પર કોર્ટે કહ્યું કે વજાઈના, યુરેથ્રા, એનસ કે શરીરના કોઈ પણ અન્ય ભાગ, જેનાથી સનસની મેળવવા માટે છેડછાડ કરવામાં આવે, તે તમામ પ્રકારના પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટને આઈપીસીની કલમ 375 હેઠળ બળાત્કારમાં સામેલ કરાયા છે.
પેનલે વધુમાં કહ્યું કે બળાત્કારના અપરાધની વ્યાખ્યાના દાયરાને વધારવા માટે કાયદામાં વર્ષોથી સતત સંશોધન થઈ રહ્યા છે. જેમાં હવે એક મહિલાના શરીરના કોઈ પણ ભાગમાં પેનેટ્રેશનને સામેલ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે