COVID-19 Vaccine: મુંબઈ અને પુણેના 5,000 લોકોથી શરૂ થશે કોરોના વેક્સિનની ટ્રાયલ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનની ભારતમાં જલદી ટ્રાયલ શરૂ થવાની છે. ઓગસ્ટના અંતમાં થનાર આ વેક્સિનના માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટથી 4 હજારથી 5 હજાર વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે. 
 

COVID-19 Vaccine: મુંબઈ અને પુણેના 5,000 લોકોથી શરૂ થશે કોરોના વેક્સિનની ટ્રાયલ

પુણેઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનની ભારતમાં જલદી ટ્રાયલ શરૂ થવાની છે. ઓગસ્ટના અંતમાં થનાર આ વેક્સિનના માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટથી 4 હજારથી 5 હજાર વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે. વેક્સિનના સ્થાનીક ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહ્યું તો આગામી વર્ષે જૂન સુધી વેક્સિન લોન્ચ કરી દેવામાં આવશે. 

મહત્વનું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિનના ટેસ્ટના પરિણામ સંતોષજનક પરિણામ મળવા લાગ્યા છે અને તેને યૂકેમાં મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીનના ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે જે વેક્સિનને લઈને અંતિમ સહમતિ મળ્યા પહેલા તેની ફીલ્ડ ટ્રાયલ કરાવશે. 

આ રાજ્યમાં માસ્ક ન પહેરનારને થશે એક લાખ રૂપિયાનો દંડ!, 2 વર્ષની જેલ પણ થઈ શકે
 
વેક્સિન ટ્રાયલ માટે પસંદ કરાયા મુંબઈ-પુણેના હોટસ્પોટ
પુણેમાં બુધવાર સુધી 59,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખની ઉપર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં અડધા આંકડા તો આ બંન્ને શહેરોમાંથી છે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ, મુંબઈ અને પુણેમાં વેક્સિન ટ્રાયલ માટે અમે ઘણી જગ્યાને શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધુ હોટસ્પોટ છે, જેથી અમને વેક્સિનનો પ્રભાવનો અભ્યાસ કરવામાં મદદ મળશે. 

મંજૂરી મળ્યા બાદ શરૂ થશે ટ્રાયલ
એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, ભારતના દવા કંટ્રોલર જનરલની મંજૂરી મળ્યા બાદ વેક્સિનના ફેઝ-3ની ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, કંપની ટ્રાયલ શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા કંટ્રોલર જનરલને ત્યાં લાયસન્સ માટે અરજી કરશે. ત્યાંથી અમને એક-બે સપ્તાહમાં મંજૂરી મળવાની આશા છે. ત્યારબાદ આશરે ત્રણ સપ્તાહ વોલેન્ટિયરોને હોસ્પિટલમાં લાવવામાં લાગશે. આ રીતે દોઢ મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે. 

એક વેક્સિનની કિંમત કેટલી હશે?
અદાર પૂનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઇરસ પૂનાવાલાએ જણાવ્યુ કે, એસઆઈઆઈનું ભારતમાં 1 હજાર રૂપિયા પ્રતિ વેક્સિન કે તેનાથી ઓછામાં વેચવાનું લક્ષ્ય છે. અદારે જણાવ્યુ કે જો શરૂઆતી ટ્રાયલ સફળ રહે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે કહ્યુ કે, એસ્ટ્રાઝેનેકા સાથે જે કરાર થયો છે, તે અનુસાર એસઆઈઆઈ ભારત અને 70 બીજી મિડલ આવકવાળા દેશો માટે 1 અબજ વેક્સિનનો ડોઝ બનાવી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news