પાચનતંત્રની બિમારી બાદ હોસ્પિટલમાં પહોંચ્યા મુલાયમસિંહ, સ્થિતી હાલ સ્થિર

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની બુધવારે તબીયત બગડી હતી. ત્યાર બાદ તેમને લખનઉ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે ચિંતાની કોઇ વાત નથી. હાલ મુલાયમ યાદવની સ્થિતી સામાન્ય છે. વધારે ઉંમર અને પેટ સંબંધિત સમસ્યાના કારણે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં જ રહેશે. શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
પાચનતંત્રની બિમારી બાદ હોસ્પિટલમાં પહોંચ્યા મુલાયમસિંહ, સ્થિતી હાલ સ્થિર

લખનઉ : સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની બુધવારે તબીયત બગડી હતી. ત્યાર બાદ તેમને લખનઉ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે ચિંતાની કોઇ વાત નથી. હાલ મુલાયમ યાદવની સ્થિતી સામાન્ય છે. વધારે ઉંમર અને પેટ સંબંધિત સમસ્યાના કારણે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં જ રહેશે. શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિંપલ યાદવ, મુલાયમ સિંહને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને ત્યાં પહોંચીને તેની હાલચાલ લીદી. સાથે જ મુલાયમ સિંહનાં ભાઇ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) ના સંસ્થાપક શિવપાલ યાદવ પણ મળવા માટે પહોંચ્યા હતા.

— Samajwadi Party (@samajwadiparty) May 7, 2020

તેમના સ્વાસ્થય મુદ્દે પાર્ટીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર લખ્યું, આદરણીય નેતા મુલાયમસિંહ યાદવજી અને વરિષ્ઠ સમાજવાદી નેતા પારસનાથ યાદવ પણ ઇશ્વરની અનુકંપાથી સ્વસ્થય છે. હોસ્પિટલમાં સ્વાસ્થય લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુલાયમસિંહને પેટની સ્થિતી ગંભીર છે. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ પેટની સમસ્યાને કારણે તેમની તબિયત બગડી ગઇ હતી. ત્યાર બાદ તેમને મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news