શ્રીનગર: પાબંધીઓને તોડીને નિકાળ્યું મોહરમનું જુલૂસ, પૈલેટ ગન વડે કાર્યવાહી: 19 ઘાયલ
જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગરમાં વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમ (Moharram)નું જુલૂસ નિકાળી રહેલા લોકો પર પોલીસની કાર્યવાહી કરી. પોલીસે શનિવારે લોકોને વિખેરવા માટે અશ્રુગેસ માટે અને પેલેટ ગેનનો ઉપયોગ કર્યો.
Trending Photos
શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગરમાં વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમ (Moharram)નું જુલૂસ નિકાળી રહેલા લોકો પર પોલીસની કાર્યવાહી કરી. પોલીસે શનિવારે લોકોને વિખેરવા માટે અશ્રુગેસ માટે અને પેલેટ ગેનનો ઉપયોગ કર્યો. આ કાર્યવાહીમાં મોહરમના જુલૂસમાં સામેલ 19 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેટલાક લોકોના ચહેરા પર ગંભીર ઇજા પહોંચી.
જુલૂસ નિકાળતી વખતે પોલીસ સાથે અથડામણ
તમને જણાવી દઇએ કે શનિવારે શ્રીનગરના બેમિના વિસ્તારમાં કેટલાક લોકો પાબંધીઓનું ઉલ્લંઘ કરીને મોહરમના 9મા દિવસે જુલૂસ કાઢી રહ્યા હતા. જ્યારે જુલૂસ બેમિના ચોક પાસે પહોંચ્યું ત્યારે પોલીસ અને જુલૂસમાં સામેલ લોકો વચ્ચે અથડામણ થઇ ગઇ. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માનવા માટે તૈયાર નથી. ત્યારબાદ બળનો પ્રયોગ કરવામાં આવ્યો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરના કેટલાક ભાગોમાં COVID-19 ને ધ્યાનમાં રાખતાં લાગૂ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતાં લોકોએ જુલૂસ કાઢ્યું હતું. શ્રીનગરમાં બેમિનાના ઉપરાંત અન્ય સ્થળો પર પણ જુલૂસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
શ્રીનગર અને બડગામમાં 144 કલમ લાગૂ
અધિકારીઓએ જણાવ્યું કે મોહર્રમનું જુલૂસ કાઢતાં રોકવા માટે શ્રીનગર અને બડગામના કેટલાક ભાગોમાં કલમ 144 હેઠળ લોકોની અવરજવર અને એક જગ્યાએ એકઠા થતાં પ્રતિબંધ લગાવ્યો છે. કોઇપણ અપ્રિય ઘટનાને રોકવા માટે અન્ય ક્ષેત્રોમાં પણ ભારે સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે રવિવારે મોહરમના દસમા દિવસે ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રોમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે પાબંધીઓ લગાવવામાં આવી છે. મોહરમના આઠમા દિવસે આ દિવસે આ ક્ષેત્રોમાં જુલૂસ પસાર થતા હતા પરંતુ 1990માં આતંકવાદના માથું ઉંચક્યા બાદ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ કાર્યક્રમોનો ઉપયોગ અલગાવાદી રાજકારણના પ્રસારમાં કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે