Satyendra Jain પર ઠગ સુકેશ ચંદ્રશેખરનો મોટો ખુલાસો, AAP નેતા પર લગાવ્યો ગંભીર આરોપ
Satyendra Jain link with Sukesh Chandrashekhar: ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખ્યો હતો અને આ ગોપનીય પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો.
Trending Photos
Satyendra Jain link with Sukesh Chandrashekhar: ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે આપ્યા હતા. તેણે કહ્યું કે બધા પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નીકટના ચતુર્વેદીએ લીધા હતા. સુકેશે એવો પણ આરોપ લગાવ્યો કે તેને જેલમાં ધમકી પણ આપવામાં આવી.
સુકેશનો એલજીને પત્ર, અપાયા તપાસના આદેશ
તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખ્યો હતો અને આ ગોપનીય પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો. આ પત્રને લઈને ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ તપાસના આદેશ આપ્યા છે.
સુકેશ અને સત્યેન્દ્ર જૈન ગાઢ મિત્ર- ભાજપ
આ બાજુ સુકેશ ચંદ્રશેખરનો પત્ર સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી અને સત્યેન્દ્ર જૈન પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે ઠગના ઘરમાં ઠગી થઈ છે. ઠગને ઠગનારા આ મહાઠગનું નામ સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી છે. સુકેશ ચંદ્રેશેખર એક Extortionist એટલે કે ઠગ છે અને આમ આદમી પાર્ટીએ તેની સાથે જ ઠગાઈ કરી લીધી. તેમણે કહ્યું કે સુકેશ ચંદ્રેશેખર અને સત્યેન્દ્ર જૈન બંને ગાઢ મિત્રો છે. સુકેશને રાજ્યસભા મોકલવાનો વાયદો કર્યો હતો અને પત્રમાં સુકેશે જણાવ્યું છે કે તેના માટે 50 કરોડ લેવામાં આવ્યા.
AAP માં મોટું પદ આપવા માટે માંગ્યા હતા 50 કરોડ
સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે ધરપકડ પહેલા તેની પાસ સાઉથ ઈન્ડિયામાં આમ આદમી પાર્ટી (AAP)માં મોટું પદ આપવા માટે 50 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે AAP ના મંત્રી અને કૌભાંડના આરોપમાં તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન તેને મળવા માટે જેલ પણ આવ્યા હતા.
જુઓ Video
અનેકવાર જેલમાં આવ્યા મળવા માટે
પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે વર્ષ 2017માં જ્યારે હું તિહાડ જેલમાં બંધ હતો ત્યારે સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી હતા અને તેઓ અનેકવાર જેલમાં મળવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તપાસ એજન્સી સામે આમ આદમી પાર્ટીને આપેલા પૈસા અંગે જાણકારી ન આપું. ત્યારબાદ 2019માં પણ સત્યેન્દ્ર જૈન સચિવ અને મિત્ર સુશીલ જેલ આવ્યા હતા અને મારી પાસે દર મહિને 2 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે માંગ્યા હતા. જેથી કરીને હું જેલમાં સુરક્ષિત રહી શકું અને મને જેલમાં સુવિધાઓ મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે