Maharashtra: પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મળી મોટી રાહત, SC એ ધરપકડ પર રોક લગાવી
100 કરોડ રૂપિયાના વસૂલીના કેસમાં આરોપી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.
Trending Photos
નવી દિલ્હી: 100 કરોડ રૂપિયાના વસૂલીના કેસમાં આરોપી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પરમબી સિંહની ધરપકડ પર રોક લગાવી છે. પરમબીર સિંહના વકીલે કહ્યું કે જો કોર્ટ કહે તો પરમબીર સિંહ 48 કલાકમાં સીબીઆઈ (CBI) સામે હાજર થઈ શકે છે.
પરમબીર સિંહને જીવનું જોખમ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના વકીલ પુનીત બાલીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પરમબીર સિંહ ભારતમાં જ છે. તેઓ વિદેશ ગયા નથી. તેમને પોલીસથી જીવનું જોખમ છે. આથી તેઓ છૂપાઈ રહ્યા છે. તેઓ ફરાર થવા માંગતા નથી. આ મામલો સીબીઆઈને સોંપવામાં આવે તો પરમબીર સિંહ તરત હાજર થઈ જશે.
Param Bir Singh's advocate tells the Supreme Court that Singh is hiding as he faces threat to his life from Mumbai Police.
— ANI (@ANI) November 22, 2021
સુપ્રીમ કોર્ટમાં રજુ કરાઈ ફોન પર થયેલી વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂછ્યું કે ફોન પર જે વાતચીતથઈ તેની ટ્રાન્સક્રિપ્ટ ક્યાં છે? ત્યારે વકીલ પુનીત બાલીએ ટ્રાન્સક્રિપ્ટ રજુ કરી. પુનીત બાલીએ કહ્યું કે મારા અસીલને કયા પ્રકારે ધમકીઓ અપાઈ છે તે હું સ્પષ્ટ કરું છું. એક પછી એક તેમના વિરુદ્ધ 6 એફઆઈઆર દાખલ કરાઈ. પોતાના કાર્યકાળ દરમિયાન જે લોકો વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી હતી તેમણે જ એફઆઈઆર દાખલ કરાવી છે.
Former Mumbai Police Commissioner Singh tells Supreme Court that he is ready to appear before CBI within 48 hours. Supreme Court grants protection from arrest to him and directs him to join the investigation. pic.twitter.com/0fSbDWc3va
— ANI (@ANI) November 22, 2021
પરમબીર સિંહ પર કયા આરોપ છે?
અત્રે જણાવવાનું કે પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણામાં ભ્રષ્ટાચાર અને વસૂલીના 5 કેસ દાખલ છે. પરમબીર સિંહ પર કેસની પતાવટના બદલામાં લાંચ માંગવાનો આરોપ છે. તેમના પર બિલ્ડર પાસેથી 15 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો પણ આરોપ છે. મુંબઈમાં પરમબીર સિંહ સહિત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ છે. એન્ટિલિયા બોમ્બ મામલે પણ તેમને સમન પાઠવવામાં આવ્યું હતું. પરમબીર સિંહ પર અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસથી ભાગવાનો આરોપ છે. NIA એ 4 વાર સમન પાઠવવા છતાં તેઓ કોર્ટમાં હાજર ન થયા. ઓગસ્ટમાં પરમબીર સિંહ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે