સુપ્રીમ કોર્ટ પહોંચી રાફેલ ડીલ, સોદા રદ થાય કે નહીં આવતા વીકમાં થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટના વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી રાફેલ ડીલમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવી તેને રદ કરવાની માંગ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: રાફેલ ડીલ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. આ ડીલને રદ કરવા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે આવતા અઠવાડીએ આ અરજી પર સુનાવણી કરશે. જોકે સુપ્રીમ કોર્ટના વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ અરજી દાખલ કરી રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તેને રદ કરવાની માંગ કરી છે. બુધવારે વકીલ શર્માએ તેમની અરજી પર સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા ટુંક સમયમાં સુનાવણીની માંગ કરી. જેના પર બેન્ચે આવતા અઠવાડીએ અરજીને સૂચીબદ્ધ કરવાનો આદેશ કર્યો છે.
કોંગ્રેસની સરકાર પર લગાવ્યા હતા આરોપ
ફ્રાંસથી રાફેલ ડીલ મામલે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધો વડાપ્રધાન પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ડીલની ગોપનીયતા સંબધી શરત પર ફ્રાંસની પુષ્ટિ બાદ પોતે પીએમે રાહુલ પર પલટવાર કર્યો હતો. ત્યારબાદ બીજેપીના ચાર સાંસદોએ રાહુલની સામે આ મામલે ગુમરાહ કરવાનો આરોપ લાગવતા વિશેષાધિકાર હનનની નોટીસ આપી હતી. જ્યારે બીજીબાજુ કોંગ્રેસે આ મામલે પોતાના વલણમાં નરમાઈ ન દેખાવાના સંકેત આપતા કહ્યું કે સોદાની ગોપનીયતાની આ સોદાના અર્તગત ખરીવામાં આવેલ વિમાનની કિંમતને છુપાવવાનું સામેલ ન હતું.
શું છે રાફેલ ડીલ?
રાફેલ સોદાના અર્તગત 36 રાફેલ લડાકુ વિમાન ખરીદી ભારત અને ફ્રાંસની સરકારે એક કરાર પર સહીં કરી હતી. રાફેલ લડાકુ વિમાન ડબલ એન્જિન વાળા અનેક ભૂમિકાઓ નિભાવનારા મધ્યમ લડાકુ વિમાન છે. તેનું નિર્માણ ફ્રાંસીસ એયરોસ્પેસ કંપની ડસોલ્ટ એવિએશન કરે છે. રાફેલ વિમાન ફ્રાંસની ડસોલ્ટ કંપની દ્વારા બનાવામાં આવેલું 2 એન્જિન વાળું લડાકુ વિમાન છે. રાફેલ લડાકુ વિમાનોને ઓમનિરોલ વિમાનોના રૂપમાં રાખવામાં આવ્યું છે. જે યુદ્ધના સમયે મહત્વનો રોલ નિભાવામાં સક્ષમ છે. હવાઇ હુમલો, જમીન સમર્થન, વાયુ વર્ચસ્વ, ભારે હુમલો અને પરમાણુ પ્રતિરોધ આ બધી રાફેલ વિમાનની લાક્ષણિકતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે